19 June, 2023 11:59 AM IST | Bhubaneswar | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
બ્લુ ટાઇગર્સ તરીકે ઓળખાતી ભારતીય ફુટબૉલ ટીમે ગઈ કાલે ભુવનેશ્વરમાં લેબૅનન સામેની ઇન્ટરકૉન્ટિનેન્ટલ કપની ફાઇનલ ૨-૦થી જીતીને ટાઇટલ કબજે કર્યું હતું. ૪૬મી મિનિટે સુનીલ છેત્રીએ ૮૭મો ઇન્ટરનૅશનલ ગોલ કરીને ભારતને સરસાઈ અપાવી હતી અને પછી ૬૬મી મિનિટે છાન્ગ્ટેએ ગોલ કરીને ભારતની સરસાઈ વધારીને ૨-૦થી કરી હતી અને પછી લેબૅનનના ફૉર્વર્ડ પ્લેયર્સ ભારતની મજબૂત ડિફેન્સને કારણે છેક સુધી એકેય ગોલ નહોતા કરી શક્યા.
ગઈ કાલે ત્રીજા દિવસે ઑસ્ટ્રેલિયા ૩૮૬ રને ઑલઆઉટ થતાં ઇંગ્લૅન્ડને ૭ રનની લીડ મળી અને પછી વરસાદનાં વિઘ્ન પહેલાં ૨૮ રનમાં બે વિકેટ ગુમાવી હતી.