News In Short : સવિતા, શ્રીજેશ ફરી એફઆઇએચનાં બેસ્ટ ગોલકીપર

06 October, 2022 11:46 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

તેઓ સતત બીજી વાર આ પુરસ્કાર જીત્યાં છે. શ્રીજેશની કરીઅરનું ૧૬મું વર્ષ છે

સવિતા પુનિયા અને પી. આર. શ્રીજેશ

સવિતા, શ્રીજેશ ફરી એફઆઇએચનાં બેસ્ટ ગોલકીપર

ભારતની મેન્સ હૉકી ટીમના ગોલકીપર પી. આર. શ્રીજેશ અને વિમેન્સ હૉકી ટીમની ગોલકીપર સવિતા પુનિયાને ફેડરેશન ઇન્ટરનૅશનલ દ હૉકી (એફ.આઇ.એચ.)ને અનુક્રમે મેન્સ તથા વિમેન્સ ગોલકીપર ઑફ ધ યરના અવૉર્ડ માટે પસંદ કરવામાં આવ્યાં છે. તેઓ સતત બીજી વાર આ પુરસ્કાર જીત્યાં છે. શ્રીજેશની કરીઅરનું ૧૬મું વર્ષ છે. તેણે ભારતને અનેક મૅચો જિતાડી છે અને અસંખ્ય ટાઇટલ અપાવ્યા છે. તેને અવૉર્ડવિજેતાના સિલેક્શનમાં હૉકીવિશ્વના બીજા ટોચના ગોલકીપર્સ કરતાં સૌથી વધુ ૩૯.૯ પૉઇન્ટ મળ્યા હતા. સવિતાને ૩૭.૬ પૉઇન્ટ મળ્યા હતા.

ભારતીય મહિલા ટીમ વર્લ્ડ ટેબલ ટેનિસમાંથી આઉટ

ચીનના ચેન્ગ્ડુમાં ચાલતી વર્લ્ડ ટેબલ ટેનિસ ચૅમ્પિયનશિપમાં ભારતની મહિલા ટીમ ગઈ કાલે ચાઇનીઝ તાઇપેઇ સામેની ૦-૩ની હારને પગલે સ્પર્ધાની બહાર થઈ ગઈ હતી. ભારતીય ટીમમાં મનિકા બત્રા, શ્રીજા અકુલા અને દિયા ચિતળેનો સમાવેશ હતો. આ ત્રણેય પ્લેયર્સ તેમની સિંગલ્સમાં હારી ગઈ હતી. ભારતના પુરુષોની ટીમ આજે ચીન સામે પ્રી-ક્વૉર્ટર ફાઇનલ રમશે.

૨૦૨૬ કૉમનવેલ્થમાં શૂટિંગ ઇન, રેસલિંગ અને આર્ચરી આઉટ

૨૦૨૬ની આગામી કૉમનવેલ્થ ગેમ્સ ઑસ્ટ્રેલિયાના વિક્ટોરિયા સ્ટેટમાં યોજાશે અને એ સંબંધમાં ગઈ કાલે જાહેર કરાયેલી વિગતો મુજબ શૂટિંગને આ સ્પર્ધામાં પુનઃપ્રવેશ અપાયો છે. જોકે કુસ્તી (રેસલિંગ) તથા તીરંદાજી (આર્ચરી)ની બાદબાકી કરી નાખવામાં આવી છે. આ વર્ષની કૉમનવેલ્થમાં શૂટિંગનો સમાવેશ નહોતો. કૉમનવેલ્થમાં શૂટિંગની રમતે ભારતને સૌથી વધુ ૧૩૫ મેડલ અપાવ્યા છે, જેમાં ૬૩ ગોલ્ડ, ૪૪ સિલ્વર અને ૨૮ બ્રૉન્ઝ છે.

sports news sports indian womens hockey team hockey