News in Short: માનસી જોશીને અર્જુન પુરસ્કાર એનાયત

01 December, 2022 12:25 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

શરથ કમલને મેજર ધ્યાનચંદ ખેલરત્નથી સન્માનિત કરાયો હતો

પૅરા-બૅડ્‍‍મિન્ટનની ટોચની ગુજરાતી ખેલાડી માનસી જોશીને ગઈ કાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના શુભ હસ્તે અર્જુન અવૉર્ડ એનાયત કરાયો હતો તસવીર પી.ટી.આઇ.

માનસી જોશીને અર્જુન પુરસ્કાર એનાયત

પૅરા-બૅડ્‍‍મિન્ટનની ટોચની ગુજરાતી ખેલાડી માનસી જોશીને ગઈ કાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના શુભ હસ્તે અર્જુન અવૉર્ડ એનાયત કરાયો હતો. શરથ કમલને મેજર ધ્યાનચંદ ખેલરત્નથી સન્માનિત કરાયો હતો. જાણીતા ક્રિકેટ-કોચ દિનેશ લાડને દ્રોણાચાર્ય અવૉર્ડથી નવાજવામાં આવ્યા હતા.

હૉકીમાં ભારતે નંબર-વન ઑસ્ટ્રેલિયાને હરાવ્યું

ભારતે ગઈ કાલે ઍડીલેડમાં મેન્સ હૉકીના વર્લ્ડ નંબર-વન ઑસ્ટ્રેલિયાને ૪-૩થી હરાવ્યું હતું. આ વર્ષની કૉમનવેલ્થ ગેમ્સમાં ઑસ્ટ્રેલિયાએ ભારતને ૭-૦થી હરાવ્યું એનો ભારતીય ટીમે ગઈ કાલે બદલો લીધો હતો. ભારત ટેસ્ટ સિરીઝમાં ૧-૨થી પાછળ છે.

ઑસ્ટ્રેલિયા બે વિકેટે ૨૯૩

પર્થમાં ગઈ કાલે વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ ટેસ્ટના પહેલા દિવસે પૅટ કમિન્સની ઑસ્ટ્રેલિયાની ટીમે ટૉસ જીત્યા બાદ બે વિકેટે ૨૯૩ રન બનાવ્યા હતા જેમાં માર્નસ લાબુશેનના અણનમ ૧૫૪ રનનો સમાવેશ હતો. ઉસ્માન ખ્વાજાએ ૬૫ રન બનાવ્યા હતા, જ્યારે સ્ટીવન સ્મિથ ૫૯ રને દાવમાં હતો.

પાકિસ્તાનમાં ઇંગ્લૅન્ડની અડધી ટીમ પેટના વાઇરસથી બીમાર

પાકિસ્તાનમાં શેડ્યુલ પ્રમાણે આજે શરૂ થનારી પ્રથમ ટેસ્ટ માટે ઇંગ્લૅન્ડની ટીમ તૈયારી કરી રહી હતી એ દરમ્યાન ટીમના અડધા ભાગના ખેલાડીઓ સહિત બ્રિટિશ સ્ક્વૉડના ૧૩થી ૧૪ જણ પેટના વાઇરસને લીધે બીમાર થઈ જતાં તેમણે હોટેલની રૂમમાં જ ભરાઈ રહેવું પડ્યું હતું. આ બીમારી ખોરાકી ઝેર કરતાં પેટમાં કોઈ વિષાણુને લીધે થઈ હોવાનું મનાય છે. પરિણામે પ્રથમ ટેસ્ટને ૨૪ કલાક માટે પાછળ ઠેલવાની વિચારણા થઈ રહી હતી. બીમાર પડેલા પ્લેયર્સમાં ખાસ કરીને કૅપ્ટન બેન સ્ટોક્સ, જેમ્સ ઍન્ડરસન, જો રૂટ અને જૅક લીચ સામેલ હતા. રૂટની તબિયત સારી થઈ ગઈ હતી.

sports news sports cricket news badminton news arjuna award