News In Shorts: જાણો રમત જગતમાં શું હિલચાલ થઈ

12 April, 2021 11:24 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વર્લ્ડ પૅરા સ્નો સ્પોર્ટ્સ ચૅમ્પિયનશિપની નવી તારીખ જાહેર; ઇજિપ્તમાં ભારતના બે ફૅન્સર કોરોના-પૉઝિટિવ

પ્રતીકાત્મક તસવીર

વર્લ્ડ પૅરા સ્નો સ્પોર્ટ્સ ચૅમ્પિયનશિપની નવી તારીખ જાહેર

ઇન્ટરનેશનલ પૅરાલિમ્પિક કમિટી (આઇપીસી)એ વર્લ્ડ પૅરા સ્નો સ્પોર્ટ્સ ચૅમ્પિયનશિપ માટે નવી તારીખ જાહેર કરી છે. આ ઇવેન્ટ આવતા વર્ષે નોર્વેમાં ૮-૨૩ જાન્યુઆરી દરમિયાન યોજાશે. ૨૦૨૨ બીજીંગ પેરાલિમ્પિક વિન્ટર ગેમ્સના આઠ અઠવાડિયા પહેલા આ ચેમ્પિયનશિપ યોજાશે.

શારીરિક રીતે અક્ષમ એથ્લેટો માટેની આ સ્પર્ધા આ પહેલાં ૭-૨૦ ફેબ્રુઆરી દરમિયાન યોજાવાની હતી પણ કોરોનાને લીધે આ ટુર્નામેન્ટ ૨૦૨૦ના નવેમ્બર મહિના સુધી મોકૂફ કરવામાં આવી હતી.

વર્લ્ડ પૅરા સ્પોર્ટ્સના મેનેજિંગ ડિરેક્ટર ક્શ્ચિયન હોલ્ટ્ઝનું કેવું છે કે ‘વર્લ્ડ ચૅમ્પિયનશિપ મોકૂફ કર્યાની જાહેરાત થયા બાદ અમારું લક્ષ્ય શક્ય એટલી વહેલી નવી સ્પર્ધાની તારીખ જાહેર કરવા પર હતું. નોર્વેમાં થનારી સ્પર્ધાને ધ્યાનમાં રાખીને હવે એથ્લીટો પોતાની તૈયારી કરી શકશે જ્યારે ઓર્ગેનાઇઝિંગ કમિટી અને તેના હિસ્સેદારો આ ઈવેન્ટને સફળ બનાવવા માટે દરેક પ્રયાસ કરશે.’

ઉલ્લેખનીય છે કે આ સ્પર્ધામાં ૩૦ દેશોના અંદાજે ૭૫૦ સ્પર્ધકો ભાગ લેશે. સાથે સાથે પૅરા અલ્પાઇન સ્કીઈંગ, પૅરા નોર્ડીક સ્કીઈંગ અને પૅરા સ્નોબોર્ડ વર્લ્ડ ચેમ્પિયનશિપ પહેલીવાર એક જ શહેરમાં યોજાશે.

 

ઇજિપ્તમાં ભારતના બે ફૅન્સર કોરોના-પૉઝિટિવ

ફૅન્સિંગ અસોસિએશન ઑફ ઇન્ડિયા (એફ‌એઆઇ)ના જણાવ્યા પ્રમાણે કેરોમાં ચાલી રહેલી વર્લ્ડ જુનિયર ઍન્ડ કૅડેટ ફૅન્સિંગ ચૅમ્પિયનશિપમાં ભારતના બે ફૅન્સર કોરોના-પૉઝિટિવ છે.

એફ‌એઆઇના મુજબ જો આ બે ખેલાડીઓની રવિવારે થનારી બીજી ટેસ્ટ પૉઝિટિવ આવશે તો તેમણે પંદર દિવસ  ક્વૉરન્ટીન થવું પડશે. ભારતના ૨૪ સભ્યોની ટીમ આ સ્પર્ધામાં ભાગ લેવા કેરો પહોંચી હતી જ્યાં તેઓ એક પણ મેડલ જીત્યા નહોતા. એફ‌એઆઇ ૧૬ એપ્રિલે અમ્રિતસરમાં આવેલી ગુરુ નાનક દેવ યુનિવર્સિટીમાં નૅશનલ સિલેક્શનની ટ્રાયલ્સ યોજશે. એશિયન ઑલમ્પિક ક્વૉલિફાયર માટે અંદાજે ૨૪ ફૅન્સર ભાગ લઈ શકે છે.

sports sports news