News In Short : ભારતનો મુરલી લૉન્ગ જમ્પમાં ગોલ્ડ મેડલ જીત્યો

27 May, 2022 06:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્વીડનનો થોબાયાસ મૉન્ટલર (૮.૨૭ મીટર) સિલ્વર મેડલ અને ફ્રાન્સનો યુલ્સ પૉમેરી (૮.૧૭ મીટર) બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. મુરલીનો રાષ્ટ્રીય વિક્રમ ૮.૩૬ મીટર છે.

News In Short : ભારતનો મુરલી લૉન્ગ જમ્પમાં ગોલ્ડ મેડલ જીત્યો

લાંબા કૂદકામાં ભારતનો ટોચનો ઍથ્લીટ મુરલી શ્રીશંકર યુરોપના ગ્રીસ દેશમાં ઇન્ટરનૅશનલ જમ્પિંગ મીટિંગ નામની હરીફાઈમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેનો ૮.૩૧ મીટર લાંબો કૂદકો ટોચના ત્રણ ઍથ્લીટ્સમાં બેસ્ટ હતો. સ્વીડનનો થોબાયાસ મૉન્ટલર (૮.૨૭ મીટર) સિલ્વર મેડલ અને ફ્રાન્સનો યુલ્સ પૉમેરી (૮.૧૭ મીટર) બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. મુરલીનો રાષ્ટ્રીય વિક્રમ ૮.૩૬ મીટર છે.

પ્રજ્ઞાનાનંદ ફાઇનલમાં ચીની હરીફથી પાછળ

૧૬ વર્ષનો ભારતીય ચેસ-સ્ટાર આર. પ્રજ્ઞાનાનંદ ગઈ કાલે ચેસેબલ માસ્ટર્સ ટુર્નામેન્ટમાં ચીનના વર્લ્ડ નંબર-ટૂ ડિન્ગ લાઇરેન સામેની ફાઇનલના પ્રથમ તબક્કામાં ૧.૫-૨.૫થી પાછળ હતો. આજના બીજા દિવસે ચાર ગેમ રમાશે અને જરૂર પડશે તો ટાઇ-બ્રેક પણ થશે. ડિન્ગે બુધવારે સેમી ફાઇનલમાં વર્લ્ડ નંબર-વન મૅગ્નસ કાર્લસનને હરાવ્યો હતો. જોકે પ્રજ્ઞાનાનંદ પણ આ ટુર્નામેન્ટમાં એક વખત કાર્લસનને હરાવી ચૂક્યો છે.

ફ્રેન્ચ ઓપન ચૅમ્પિયન સહિત બે પ્લેયરને કોવિડ

પૅરિસમાં આ વખતની ફ્રેન્ચ ઓપન ટેનિસમાં હજી માંડ બે રાઉન્ડ પૂરા થયા છે ત્યાં ગયા વર્ષે આ સ્પર્ધામાં સિંગલ્સ તથા ડબલ્સનો તાજ જીતનાર ચેક રિપબ્લિકની બાર્બોરા ક્રેઇચિકોવાએ જાહેર કર્યું છે કે તેનો કોવિડ-19નો પૉઝિટિવ રિપોર્ટ આવ્યો છે જેને કારણે તે આ સ્પર્ધામાંથી નીકળી રહી છે. આ વખતે તે સિંગલ્સનો પ્રથમ રાઉન્ડ હારી ગઈ છે, પરંતુ ડબલ્સમાંથી નીકળી રહી હોવાથી ફરી ટાઇટલ જીતવાથી વંચિત રહી જશે. તેના જ દેશની મૅરી બૉઉઝકોવાને પણ કોરોના વાઇરસનો ચેપ લાગ્યો છે જેને લીધે તે પણ સ્પર્ધામાંથી ખસી ગઈ છે.

sports news sports