News In Short : મેન્સ સ્કિટમાં હૅન્કૉક જીત્યો ત્રીજો ગોલ્ડ

27 July, 2021 05:29 PM IST  |  Mumbai | Agency

હૅન્કૉક અગાઉ ૨૦૦૮ અને ૨૦૧૨ની ગેમ્સમાં ગોલ્ડ જીત્યો હતો. ૨૦૧૬માં તેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું  ભારતનો અંગદ વીર સિંહ બાજવા આ સ્પર્ધામાં ૧૮મા ક્રમાંકે રહ્યો હતો. 

મેન્સ સ્કિટમાં હૅન્કૉક જીત્યો ત્રીજો ગોલ્ડ

અમેરિકાનો વિન્સેન્ટ હૅન્કૉક સ્કિટ શૂટિંગમાં ત્રણ ગોલ્ડ જીતનાર પ્રથમ ખેલાડી બન્યો હતો, તો અમેરિકાની જ અંબર ઇંગ્લિશ મહિલાઓની સ્કિટ શૂટિંગમાં ગોલ્ડ જીતી હતી. અસાકા શૂટિંગ રેન્જમાં હૅન્કૉકે ૬૦માંથી ૫૯ ટાર્ગેટ વીંધ્યા હતા. હૅન્કૉક અગાઉ ૨૦૦૮ અને ૨૦૧૨ની ગેમ્સમાં ગોલ્ડ જીત્યો હતો. ૨૦૧૬માં તેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું  ભારતનો અંગદ વીર સિંહ બાજવા આ સ્પર્ધામાં ૧૮મા ક્રમાંકે રહ્યો હતો. 

૫૮ વર્ષે જીત્યો મેડલ

કુવૈતના અબદુલ્લા અલ રશીદીએ ટોક્યો ઑલિમ્પિક્સના સ્કિટ શૂટિંગમાં બ્રૉન્ઝ જીતીને દુનિયાને બતાવી આપ્યું છે કે ઉંમર તો એકમાત્ર આંકડો છે. ૭ વખત ઑલિમ્પિક્સમાં ભાગ લઈ ચૂકેલા અબદુલ્લાએ પુરુષોની સ્કિટ સ્પર્ધામાં બ્રૉન્ઝ જીત્યા બાદ કહ્યું હતું કે ૨૦૨૪ની પૅરિસ ઑલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતવાનો પ્રયાસ કરીશ ત્યારે હું ૬૦ના આંકડાને પાર કરી ચૂક્યો હોઈશ. 

sports news sports