ક્યારેય વિચાર્યું નહોતું કે ભારત માટે આટલી મૅચો રમીશ : છેત્રી

24 July, 2019 04:11 PM IST  | 

ક્યારેય વિચાર્યું નહોતું કે ભારત માટે આટલી મૅચો રમીશ : છેત્રી

ટીમ ઈન્ડિયાના ફૂટબોલ કેપ્ટન સુનીલ છેત્રી

થાઇલૅન્ડ સામે એશિયન કપની પહેલી મૅચમાં બે ગોલ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે ગોલ કરવાના મામલે આર્જેન્ટિનાના ખેલાડી લિયોનેલ મેસીને પાછળ મૂકનાર ભારતીય ટીમના કૅપ્ટન સુનીલ છેત્રીએ કહ્યું હતું કે ‘મેં ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે હું મારા દેશ તરફથી આટલી મૅચો રમીશ. પહેલી વખત ભારત તરફથી રમ્યો તે મારા માટે યાદગાર પળ હતી.’

આ પણ વાંચોઃભારતીય ફુટબૉલ ટીમે તમામને આપ્યો આંચકો

છેત્રીએ ભારત માટે ૧૦૫ મૅચમાં ૬૭ ગોલ કર્યા છે તો મેસીએ કુલ ૬૫ ગોલ કર્યા છે. મેસી સાથેની સરખામણીને નકારતાં તેણે કહ્યું હતું કે ‘હાલમાં મારા માટે રેકૉર્ડ મહત્વના નથી. કદાચ ૧૦ વર્ષ બાદ રેકૉર્ડ વિશે વાત કરી શકીએ.’

football team india Sunil Chhetri sports news