FIFA મહિલા વર્લ્ડ કપ 2019માં નેધરલેન્ડ પહેલીવાર ફાઇનલમાં પહોંચ્યું

28 February, 2020 06:14 PM IST  |  France

FIFA મહિલા વર્લ્ડ કપ 2019માં નેધરલેન્ડ પહેલીવાર ફાઇનલમાં પહોંચ્યું

નેધરલેન્ડ મહિલા ફુટબોલ ટીમ

France : એક તરફ ઇંગ્લેન્ડમાં ક્રિકેટ વર્લ્ડ કપ ચાલી રહ્યો છે. તો બીજી તરફ ફ્રાન્સમાં પણ વર્લ્ડ કપ રમાઇ રહ્યો છે. પણ ફ્રાન્સમાં રમાય રહેલ વર્લ્ડ કપ ફુટબોલનો છે અને તે મહિલા ખેલાડીઓનો વર્લ્ડ કપ છે. આ ફિફા મહિલા વર્લ્ડ કપ 2019માં પણ મોટા ઉલટ ફેર જોવા મળ્યા છે. આ મહિલા ફુટબોલ વર્લ્ડ કપ 2019 તેના અંતિમ ચરણમાં આવી પહોંચ્યો છે. જેમાં નેધરલેન્ડની ટીમ પહેલીવાર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે.

FIFA મહિલા વર્લ્ડ કપ 2019 માં નેધરલેન્ડની ટીમ પહેલાવાર ફાઇનલમાં પહોંચી ગઈ છે. બુધવારે રમાયેલી સેમિફાઇનલમાં નેધરલેન્ડે સ્વીડનને 1-0થી પરાજય આપ્યો હતો. ટીમ માટે એકમાત્ર ગોલ જૈકી ગ્રોનેને એક્સ્ટ્રા ટાઇમમાં 9મી મિનિટે કર્યો હતો. ફાઇનલ મુકાબલો 7 જુલાઈએ નેધરેલન્ડ અને અમેરિકા વચ્ચે લિયો ઓલિમ્પિક સ્ટેડિયમમાં રમાશે.


ત્રીજા સ્થાન માટે ઈંગ્લેન્ડ અને સ્વીડન વચ્ચે મુકાબલો
નેધરલેન્ડનો આ બીજો ફીફા મહિલા વિશ્વ કપ છે. ડચ ટીમ પ્રથમ વખત ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી છે. તેનો મુકાબલો ડિફેન્ડિંગ ચેમ્પિયન અમેરિકા સામે થશે. આ ટૂર્નામેન્ટમાં અમેરિકાએ સેમિફાઇનલમાં ઈંગ્લેન્ડને 2-1થી પરાજય આપ્યો હતો. ત્રીજા સ્થાન માટે ઈંગ્લેન્ડ અને સ્વીડન વચ્ચે મેચ રમાશે. આ મુકાબલો 6 જુલાઈએ અલાયંજ રિવિએરા સ્ટેડિયમમાં રમાશે. ઈંગ્લેન્ડનો સેમિફાઇનલમાં અમેરિકા સામે પરાજય થયો હતો.

આ પણ જુઓ : વર્લ્ડ કપ દરમિયાન ફૅમસ થઈ આ મિસ્ટ્રી ગર્લ, જાણો કોણ છે?

અમેરીકા ત્રણ વાર ટાઇટલ જીતી ચુક્યું છે
ફિફા મહિલા વર્લ્ડ કપના ઇતિહાસમાં 1991 થી અત્યાર સુધી અમેરિકા ત્રણ વખત ફીફા મહિલા વિશ્વ કપનું ટાઇટલ જીતી ચુકી છે. તે એક વખત રનર અપ રહી છે. તો વર્ષ 2015 માં અમેરિકાએ ફાઇનલમાં જાપાનને 5-2થી હરાવી ટાઇટલ જીત્યું હતું.

sports news football