ઘણી વાર નેગેટિવ વિચાર આવે છે, પણ હું ટ્રેઇનિંગ કરતી રહું છું : સાક્ષી

10 May, 2020 02:35 PM IST  |  New Delhi | Agencies

ઘણી વાર નેગેટિવ વિચાર આવે છે, પણ હું ટ્રેઇનિંગ કરતી રહું છું : સાક્ષી

સાક્ષી મલિક

૨૦૧૬ ઑલિમ્પિક્સમાં બ્રૉન્ઝ મેડલ વિજેતા મહિલા રેસલર સાક્ષી મલિકનું કહેવું છે કે કોરોનાના આ સમયમાં જ્યાં બધું અટકી પડ્યું છે ત્યાં ઘણી વાર નેગેટિવ વિચારો પણ આવે છે કે તે પોતે રેસલિંગથી દૂર જતી રહી છે, પણ ટ્રેઇનિંગ કરીને તે પોતાને બિઝી રાખે છે. આ વિશે વાત કરતાં સાક્ષીએ કહ્યું કે ‘પહેલાં તો મને લાગતું હતું કે આ લૉકડાઉન માત્ર ૧૫ દિવસની વાત છે અને એે સમયમાં હું વગર પાર્ટનરે મારી રેસલિંગની પ્રૅક્ટિસ એકલી કરતી રહીશ, પણ જેમ-જેમ લૉકડાઉન લંબાતું ગયું તેમ-તેમ મારી સમસ્યા વધતી ગઈ. મેં પરિસ્થિતિ પ્રમાણે મારું માઇન્ટસેટ બદલ્યું. આપણે દરેક પરિસ્થિતિનો સામનો કરી જે છે એને અપનાવવું જોઈએ. આ સમયમાં આપણું મગજ બહેર મારી શકે છે, પણ આપણે આપણા મગજ પર કાબૂ રાખવાનો છે અને પરિસ્થિતિ પ્રમાણે એને તૈયાર કરવાનું છે. મારા જીવનમાં આ કદાચ પહેલી વાર બન્યું હશે કે હું એક જગ્યાએ ૧૫ દિવસથી વધારે રહી છું. સામાન્યપણે હું ટ્રેઇનિંગ કૅમ્પમાં કે વિદેશોમાં ટ્રાવેલ કરતી રહું છું, પણ હમણાં તો હું ઘરમાં ક્વૉરન્ટીન થયેલી છું. માટે ઘણી વાર નેગેટિવ વિચારો પણ આવે છે કે હું રેસલિંગથી દૂર થઈ ગઈ છું. આ સમસ્યા એવી નથી કે જેનો સામનો હું એકલી કરી રહી છું. આખું વિશ્વ આ મહાબીમારીનો સામનો કરી રહ્યું છે. પાર્ટનર વગર રેસલિંગની પ્રૅક્ટિસ કરવી ઘણી અઘરી છે માટે હમણાં હું એ ક્ષેત્રમાં ધ્યાન આપી રહી છું જ્યાં મારે સુધારા કરવાની જરૂરત છે. હું મારો નિયમિત શેડ્યુઅલ જ ફૉલો કરું છું અને ટ્રેઇનિંગમાં દિવસ વિતાવું છું.’

sakshi malik sports news