ત્રણ ઇવેન્ટ ચૂકી જવા છતાં નીરજ ચોપડા ડાયમંડ લીગ ફાઇનલમાં પહોંચ્યો

29 August, 2026 08:43 PM IST  |  Doha | Gujarati Mid-day Correspondent

ભારતનો બે વખતનો ઑલિમ્પિક્સ મેડલ વિજેતા જૅવલિન થ્રોઅર નીરજ ચોપડા પાંચમાંથી ત્રણ ઇવેન્ટ ચૂકી જવા છતાં ડાયમંડ લીગ 2026 ફાઇનલ માટે ક્વૉલિફાય થઈ ગયો છે. તેણે દોહા અને લોઝાનની ઇવેન્ટમાં પૂરતા પૉઇન્ટ મેળવીને ફાઇનલમાં એન્ટ્રી કરી છે. 

ત્રણ ઇવેન્ટ ચૂકી જવા છતાં નીરજ ચોપડા ડાયમંડ લીગ ફાઇનલમાં પહોંચ્યો

ભારતનો બે વખતનો ઑલિમ્પિક્સ મેડલ વિજેતા જૅવલિન થ્રોઅર નીરજ ચોપડા પાંચમાંથી ત્રણ ઇવેન્ટ ચૂકી જવા છતાં ડાયમંડ લીગ 2026 ફાઇનલ માટે ક્વૉલિફાય થઈ ગયો છે. તેણે દોહા અને લોઝાનની ઇવેન્ટમાં પૂરતા પૉઇન્ટ મેળવીને ફાઇનલમાં એન્ટ્રી કરી છે. 
સ્વિટ્ઝરલૅન્ડના ઝ્યુરિકમાં ૪ અને ૫ સપ્ટેમ્બરે આયોજિત ડાયમંડ લીગ ફાઇનલ્સમાં છ જૅવલિન થ્રોઅર ક્વૉલિફાય થયા છે. આ લિસ્ટમાં શ્રીલંકાનો યંગ ખેલાડી રુમેશ પથિરગે ૩૯ પૉઇન્ટ સાથે સૌથી આગળ છે. ગુરુવારે ઝ્યુરિકમાં આયોજિત પાંચમી ડાયમંડ લીગ મીટમાં તેણે ૯૨.૦૭ મીટરનો થ્રો ફેંકીને પહેલો ક્રમ મેળવ્યો હતો. 
ફાઇનલ્સમાં ગ્રેનાડાનો ઍન્ડરસન પીટર્સ (૩૫ પૉઇન્ટ), કૅરિબિયન દેશનો કેશૉર્ન વૉલકૉટ (૨૩ પૉઇન્ટ), અમેરિકાનો કર્ટિસ થૉમ્પસન (૨૦ પૉઇન્ટ), કેન્યાનો જુલિયસ યેગો (૧૩ પૉઇન્ટ) અને ભારતનો નીરજ ચોપડા  (૧૨ પૉઇન્ટ) પણ સામેલ છે. 

neeraj chopra sports news sports Olympics Bharat doha