ફ્રેન્ચ ઓપનમાં ૯૯મી જીત સાથે નડાલ ૧૩મી વાર ફાઇનલમાં

10 October, 2020 02:40 PM IST  |  Mumbai | Agencies

ફ્રેન્ચ ઓપનમાં ૯૯મી જીત સાથે નડાલ ૧૩મી વાર ફાઇનલમાં

ફ્રેન્ચ ઓપનમાં ૯૯મી જીત સાથે નડાલ ૧૩મી વાર ફાઇનલમાં

પૅરિસમાં ચાલી રહેલી ફ્રેન્ચ ઓપનમાં મૅન્સ સિંગલ્સમાં સેકન્ડ ક્રમાંકિત સ્પેનનો રાફેલ નડાલ ફાઇનલમાં પહોંચી ગયો હતો. ગઈ કાલે રમાયેલી સેમી ફાઇનલમાં રફાલે ૧૨માં ક્રમાંકિત ડિયેગો સ્વાર્ઝમૅનને સીધા સેટમાં ૬-૩, ૬-૪, ૭-૬થી હરાવી દીધો હતો. હવે રવિવારની ફાઇનલમાં નડાલનો મુકાબલો વર્લ્ડ નંબર વન નોવાક જૉકોવિચ અને પાંચમા ક્રમાંકિત સ્ટેફનોસ ત્સીત્સીપાસ વચ્ચેની બીજી સેમી ફાઇનલના વિજેતા વચ્ચે થશે.
આજે મહિલાઓની ફાઇનલમાં પોલૅન્ડની ટીનેજર ૧૯ વર્ષની ઇગા સ્વિયાટેકનો મુકાબલો ૨૧ વર્ષની અમેરિકાની સોફિયા કેનિન સામે થશે. બન્ને પ્રથમવાર આજે ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં રમી રહ્યાં છે.

sports sports news