Tokyo Olympic: મીરાબાઈ ચાનુને મળી શકે છે ગોલ્ડ મેડલ

26 July, 2021 03:19 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

ટોક્યો ઓલિમ્પિકમા સિલ્વર મેડલ જીતનાર મીરાબાઈ ચાનુને ગોલ્ડ મેડલ મળી શકે છે.

મીરા બાઈ ચાનુ

ટોક્યો ઓલિમ્પિક જોરશોરથી ચાલી રહી છે. ભારતના ખેલાડીઓએ પોતાની જગ્યા બનાવાનું શરૂ કરી દીધુ છે. ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે રજત પદક જીતનાર વેઇટલિફટર મીરાબાઈ ચાનુ ગોલ્ડ મેડલ મેળવી શકે છે. હકીકતમાં 49 ક્રિગા વજન કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતનાર ચીનના ઝિહુઇ હૌ ની એન્ટી ડોપિંગ સત્તાવાળાઓ દ્વારા ટેસ્ટ લેવામાં આવશે અને જો તે તેમાં નિષ્ફળ જાય તો ભારતીય વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુનું સિલ્વર મેડલ ગોલ્ડમાં બદલાઈ શકે છે.

સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલ મુજબ ડોપિંગ વિરોધી સત્તાધીશોએ આ ચાઇનીઝ વેઇટલિફ્ટરને હમણાં માટે ટોક્યોમાં રહેવા કહ્યું છે, જ્યાં ડોપીંગ માટે તેની ચોક્કસ ટેસ્ટ લેવામાં આવશે.

તમને જણાવી દઈએ કે ઝિહુઇ હૌ એ શનિવારે કુલ 210 કિલો વજન ઉંચકીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ઓલિમ્પિક્સમાં આ વજન વર્ગમાં આ એક નવો રેકોર્ડ પણ છે.

ઓલિમ્પિક્સના નિયમો અનુસાર જો કોઈ રમતવીર ડોપિંગ ટેસ્ટમાં નિષ્ફળ જાય છે, તો તે વ્યક્તિ જેણે ગોલ્ડ મેડલ જીત્યો છે, આવી સ્થિતિમાં સિલ્વર મેડલ જીતનાર એથ્લેટને ગોલ્ડ મેડલ આપવામાં આવે છે.

sports news tokyo tokyo olympics 2020