ભયાનક યુદ્ધ વચ્ચે રોનાલ્ડો ૭૪૭ કરોડ રૂપિયાના પ્રાઇવેટ જેટમાં બેસીને સાઉદી અરેબિયાથી જીવ બચાવીને ભાગ્યો

04 March, 2026 10:00 AM IST  |  Riyadh | Gujarati Mid-day Correspondent

રોનાલ્ડો અલ-નાસર ફુટબૉલ ક્લબ માટે AFC ચૅમ્પિયન્સ લીગ ક્વૉર્ટર ફાઇનલ મૅચ રમવા માટે ટીમના સભ્યો સાથે સાઉદી અરેબિયામાં હાજર હતો

ક્રિસ્ટિઆનો રોનાલ્ડોનું પ્રાઇવેટ જેટ

પોર્ટુગલનો ફુટબૉલ સ્ટાર ક્રિસ્ટિઆનો રોનાલ્ડો પણ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષનો સાક્ષી બન્યો છે. રોનાલ્ડો અલ-નાસર ફુટબૉલ ક્લબ માટે AFC ચૅમ્પિયન્સ લીગ ક્વૉર્ટર ફાઇનલ મૅચ રમવા માટે ટીમના સભ્યો સાથે સાઉદી અરેબિયામાં હાજર હતો. ટીમ બુધવારે યુનાઇટેડ આરબ એમિરેટ્સના દુબઈમાં મૅચ રમવાની હતી, પરંતુ સુરક્ષા વિશેની અનિશ્ચિતતાએ આગામી મૅચોનાં શેડ્યુલ અને મુસાફરીના પ્લાન પર પાણી ફેરવી દીધું હતું.

રિયાધમાં અમેરિકન દૂતાવાસ પર બે ડ્રોનથી હુમલો થયો એ પછી માહોલ વધુ તનાવપૂર્ણ બનતાં રોનાલ્ડોએ સાઉદી અરેબિયા છોડવાનું નક્કી કર્યું. અહેવાલ અનુસાર ફૅમિલી સાથે તે પોતાના ૭૪૭ કરોડ રૂપિયાના પ્રાઇવેટ જેટમાં બેસીને સ્પેનના મેડ્રિડ જવા રવાના થઈ ગયો હતો. ૪૧ વર્ષનો રોનાલ્ડો ૯૬૫ ગોલ સાથે ફુટબૉલ ઇતિહાસનો હાઇએસ્ટ ગોલ-સ્કોરર છે.

યુદ્ધને લીધે ઍરસ્પેસ બંધ હોવાને કારણે રમતજગત પર કઈ અસર પડી રહી છે?

વેસ્ટ ઇન્ડીઝ અને ઝિમ્બાબ્વેની ટીમ સુપર 8માં રમીને રેસમાંથી બહાર થઈ હોવા છતાં હજી ભારતમાં જ છે અને ઘરે પરત ફરવા માટે યોગ્ય સમયની રાહ જોઈ રહી છે.

પાકિસ્તાન શાહીન અને ઇંગ્લૅન્ડ લાયન્સ ટીમ હાલમાં અબુ ધાબીમાં વાઇટ-બૉલ સિરીઝ રમી હતી. વન-ડે સિરીઝને વચ્ચેથી રદ કરવામાં આવી છે અને પ્લેયર્સ હજી ત્યાં જ ફસાયા છે.

ઇંગ્લૅન્ડનો વિકેટકીપર-બૅટર જૉન બેરસ્ટો પોતાની ફૅમિલી સાથે દુબઈમાં ફસાયો છે અને પોતાની સરકાર પાસે સોશ્યલ મીડિયા પર મદદ માગી રહ્યો છે.

દ્વિપક્ષીય સિરીઝ રમવા ગયેલી પાકિસ્તાની મહિલા ક્રિકેટ ટીમ સાઉથ આફ્રિકામાંથી બહાર નીકળવાનો રસ્તો શોધી રહી છે. 

cristiano ronaldo saudi arabia portugal football sports sports news