મેન્સ હૉકી વર્લ્ડ કપમાં ભારત ૪-૨થી જીત્યું

20 January, 2023 12:13 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

નેધરલૅન્ડ્સ ૧૪-૦ના વિક્રમ સાથે જીતીને ક્વૉર્ટરમાં

મેન્સ હૉકી વર્લ્ડ કપમાં ભારત ૪-૨થી જીત્યું

ઓડિશા રાજ્યમાં રમાતા મેન્સ હૉકી વર્લ્ડ કપમાં ભારતે ગઈ કાલે લીગ રાઉન્ડની આખરી મૅચમાં વેલ્સને ૪-૨થી હરાવ્યું હતું. જોકે ભારતે ઇંગ્લૅન્ડને ગ્રુપના ટૉપર બનતા રોકવા આઠ ગોલ કરવાના હતા, પરંતુ એ ન થઈ શક્તાં હવે ભારતે ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચવા રવિવારે ન્યુ ઝીલૅન્ડ સામે રમવું પડશે.

એ પહેલાં નેધરલૅન્ડ્સે ચિલી સામે ૧૪-૦થી વિક્રમજનક વિજય મેળવીને ક્વૉર્ટર ફાઇનલમાં સીધો પ્રવેશ મેળવ્યો હતો. અગાઉ ઑસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકા સામે મેળવેલા ૧૨-૦ના વિજયનો વર્લ્ડ કપના ઇતિહાસમાં વિક્રમ હતો, જે નેધરલૅન્ડ્સે ગઈ કાલે તોડ્યો હતો. મલેશિયાએ ન્યુ ઝીલૅન્ડને ૩-૨થી આંચકો આપ્યો હતો.

sports news sports hockey new delhi