બે પગ વગરની સ્કૉટલૅન્ડની મહિલા રેસર મેલની વુડ્સને બેસ્ટ ઍથ્લીટનો અવૉર્ડ મળ્યો

04 August, 2026 05:08 PM IST  |  Glasgow | Gujarati Mid-day Correspondent

સ્કૉટલૅન્ડની વ્હીલચેર રેસર મેલની વુડ્સને ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં બે ગોલ્ડ મેડલ જીત્યા બાદ પ્રતિષ્ઠિત ડેવિડ ડિક્સન એવોર્ડથી સન્માનિત કરવામાં આવી.

બે પગ વગરની સ્કૉટલૅન્ડની મહિલા રેસર મેલની વુડ્સને બેસ્ટ ઍથ્લીટનો અવૉર્ડ મળ્યો

કૉમનવેલ્થ ગેમ્સમાં ૨૦૦૨થી ડેવિડ ડિક્સન અવૉર્ડ આપવામાં આવે છે. કૉમનવેલ્થ ગેમ્સ ફેડરેશનમાં ૧૭  વર્ષ સચિવ તરીકે કામ કરનાર ડેવિડ ડિક્સનના નામથી શરૂ થયેલો આ અવૉર્ડ બેસ્ટ ઍથ્લીટને આપવામાં આવે છે. સ્કૉટલૅન્ડની વ્હીલચૅર રેસર મેલની વુડ્સને ગ્લાસગો કૉમનવેલ્થ ગેમ્સ માટે આ અવૉર્ડ મળ્યો હતો. ૨૦૧૮માં કાર-ઍક્સિડેન્ટમાં કમરની નીચેનો ભાગ ગુમાવનાર મેલની વુડ્સે ૧૫૦૦  મીટર અને ૪૦૦  મીટરની રેસમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ૧૫૦૦ મીટરની રેસ પહેલા પ્રયાસમાં ઍથ્લીટો વચ્ચે  વ્હીલચૅરની ટક્કરને કારણે રદ્દ થઈ હતી. જોકે એમાં પણ મેલની વુડ્સે સૌથી પહેલાં રેસ પૂરી કરી હતી. 

glasgow scotland commonwealth games sports news sports