ઍમ્બપ્પેએ ફ્રાન્સને જિતાડ્યું

24 September, 2022 09:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગુરુવારે ક્રોએશિયાએ ડેન્સને ૨-૧થી, નેધરલૅન્ડ્સે પોલૅન્ડને ૨-૦થી અને બેલ્જિયમે વેલ્સને ૨-૧થી હરાવ્યું હતું.

ઍમ્બપ્પેએ ફ્રાન્સને જિતાડ્યું

પૅરિસમાં ગુરુવારે નેશન્સ લીગ ટુર્નામેન્ટમાં કીલિયાન ઍમ્બપ્પેએ ઇન્ટરનૅશનલ કરીઅરનો ૨૮મો ગોલ કરીને ડિફેન્ડિંગ વર્લ્ડ ચૅમ્પિયન ફ્રાન્સને વિજય અપાવ્યો હતો. તેણે ૫૬મી મિનિટે ઑસ્ટ્રિયાના ત્રણ ડિફેન્ડરોને પાર કરીને ગોલ કર્યો હતો. ત્યાર બાદ ૬૫મી મિનિટે ઑલિવિયર ગિરૌડે ગોલ કરીને ફ્રાન્સની સરસાઈ વધારીને ૨-૦ની કરી હતી. ફ્રાન્સે ૨-૦ના આ માર્જિનથી વિજય મેળવ્યો હતો. ફ્રાન્સ નેશન્સ લીગ ટાઇટલ ગુમાવી બેઠું છે, પરંતુ જૂનમાં રમાનારી સેમી ફાઇનલ માટેની રેસમાં હજી ક્રોએશિયા, નેધરલૅન્ડ્સ અને બેલ્જિયમ ટકી રહ્યાં છે. ગુરુવારે ક્રોએશિયાએ ડેન્સને ૨-૧થી, નેધરલૅન્ડ્સે પોલૅન્ડને ૨-૦થી અને બેલ્જિયમે વેલ્સને ૨-૧થી હરાવ્યું હતું.

sports sports news