મેરીકૉમે રચ્યો ઈતિહાસ, આવું કરનારી દુનિયાની પહેલી બોક્સર

10 October, 2019 04:09 PM IST  |  મુંબઈ

મેરીકૉમે રચ્યો ઈતિહાસ, આવું કરનારી દુનિયાની પહેલી બોક્સર

મેરી કૉમ

ભારતની મહિલા સ્ટાર બોક્સર એમસી મેરીકોમે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગુરૂવારે ઈતિહાસ રચી દીધો. મેરીકોમે 51 કિગ્રાની કેટેગરીમાં કોલંબિયાની બોક્સર ઈંગ્રીટ વેલેન્સિયાને હરાવીને પોતાનો એક મેડલ પાક્કો કર્યો. આ મેડલને જીતવાની સાથે જ મેરી કોમે વિશ્વ ચેમ્પિયનશિપમાં પોતાના મેડલની સંખ્યા આઠ કરી લીધી છે. એવું કરનારી તે દુનિયાની પહેલી બોક્સર બની છે.

સેમીફાઈનલમાં શનિવારે મેરીકૉમનો મુકાબલો તુર્કીની બુસેનાજ કાકીરોગ્લૂકી સાથે થશે. બુસેનાજ યૂરોપિયન ચેમ્પિયનશિપ અને યૂરોપિયન ગેમ્સની હાલની ચેમ્પિયન છે.


ભારતની મહિલા ટીમના સૌથી અનુભવી બોક્સર એમસી મેરી કૉમે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગુરૂવારે શાનદાર રમત બતાવતા સેમીફાઈનલમાં જગ્યા બનાવી. જેમાં મેરી કોમે કોલંબિયાની બોક્સરની સામે તગડા મુકાબલામાં જીત મેળવી. સાથે જે તેમણે એ કરી બતાવ્યું જે આજ સુધી કોઈ નથી કરી શક્યું. મેરીએ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં આઠમો મેડલ પાક્કો કર્યો છે. 36 વર્ષની મેરીએ આ પહેલા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 7 મેડલ જીત્યા હતા અને તે વિશ્વ વિક્રમ બરાબર હતા.

આ પણ જુઓઃ આવા 'ગરબાઘેલા' છે આપણા સેલેબ્સ, નથી ચૂકતા ગરબે રમવાનો એક પણ મોકો

મેરી કૉમે રચ્યો ઈતિહાસ
36 વર્ષની મેરી કૉમના નામે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં હવે 8 મેડલ થઈ ગયા છે. સેમીફાઈનલમાં પહોંચવાની સાથે મેરીએ બ્રોન્ઝ મેડલ પાક્કો કર્યો છે અને આખા દેશની નજર સાતમાં ગોલ્ડ પર રહેશે. મેરિકોમ પાસે 6 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ છે. જ્યારે આયરલેન્ડની કેટી ટેલર પાસે 5 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ છે.

mary kom boxing