મારિયા શારાપોવા નવા વર્ષની શરૂઆત બ્રિસ્બેન ઓપન 2020 થી કરશે

31 December, 2019 05:39 PM IST  |  Mumbai

મારિયા શારાપોવા નવા વર્ષની શરૂઆત બ્રિસ્બેન ઓપન 2020 થી કરશે

મારીયા શારાપોવા (PC : SkySports)

ભૂતપૂર્વ વિશ્વની પ્રથમ મહિલા ટેનિસ ખેલાડી મારિયા શારાપોવા 2020ની શરૂઆત બ્રિસ્બેન ઓપનથી કરશે. આ ટૂર્નામેન્ટમાં તેને વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી મળી છે. આ ટૂર્નામેન્ટ 6થી 12 જાન્યુઆરીની વચ્ચે રમવામાં આવશે. શારાપોવા આને લઈને ઉત્સાહિત છે. તેણે કહ્યું, "જ્યારે હું નાની હતો ત્યારે મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું ત્રીસ વર્ષની વય પછી પણ રમતી હોઈશ. મને લાગે છે કે મારામાં હજુ ઘણું ટેનિસ બાકી છે. જ્યાં સુધી મારા ખભા બરાબર છે અને શરીર સાથ આપે છે, ત્યાં સુધી હું ટેનિસ રમીશ."

યુ.એસ. ઓપનમાં હાર્યા બાદ શારાપોવા મેદાનથી દુર રહી હતી
32 વર્ષીય રશિયન ખેલાડી ગયા વર્ષના યુએસ ઓપનથી ટેનિસ કોર્ટથી દૂર રહી છે. આ ટૂર્નામેન્ટના પહેલા રાઉન્ડમાં તે અમેરિકાની સેરેના વિલિયમ્સે સીધા સેટમાં 6-1, 6-1થી પરાજિત થઈ હતી. 2019માં ખભાની ઇજાને કારણે શારાપોવાએ માત્ર 15 સ્પર્ધાત્મક મેચ રમી હતી. તેણે લક્ઝમબર્ગ ઓપનમાં પણ ભાગ લીધો ન હતો. તેની અસર તેના રેન્કિંગ પર પણ પડી. તે વર્લ્ડ રેન્કિંગમાં 133મા સ્થાને આવી ગઈ.

આ પણ જુઓ : યાદ છે અન્ના કુર્નિકોવા? પૂર્વ ટેનિસ સ્ટાર આજે પણ લાગે છે એટલી જ હોટ

મુશ્કેલ સીઝન પછી મારા માટે નવી શરૂઆત : શારાપોવા
બ્રિસ્બેન ઓપન અંગે શારાપોવાએ કહ્યું હતું કે, મુશ્કેલ સીઝન બાદ મારા માટે આ નવી શરૂઆત છે, ગયા વર્ષે મેં ઘણા ચડાવ-ઉતાર જોયા. એવો સમય આવ્યા છે જ્યારે હું તૈયાર હતી, પરંતુ ખભો નહીં. જોકે મારા માટે ઓફ સીઝન સારી રહી છે. હવે હું રમવા માટે ઉત્સાહિત છું. રશિયને 2015માં એના ઇવાનોવિચને હરાવીને બ્રિસ્બેન ઓપનનો ખિતાબ જીત્યો હતો. તેના માટે આ ટુર્નામેન્ટ 20 જાન્યુઆરીથી શરૂ થનારી ઓસ્ટ્રેલિયન ઓપનની તૈયારી માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

tennis news maria sharapova sports news