ટેબલ ટેનિસમાં મનિકા બત્રા હારી

27 July, 2021 04:46 PM IST  |  Mumbai | Agency

સિંગલ્સમાં ભારતીય મહિલાઓના પડકારનો અંત, પુરૂષોમાં શરથ કુમાર પહોંચ્યો ત્રીજા રાઉન્ડમાં

ટેબલ ટેનિસમાં મનિકા બત્રા હારી

ટેબલ ટેનિસમાં પોર્ટુગલના ખેલાડી ટિએગો અપોલોનિયાને સેકન્ડ રાઉન્ડમાં હરાવીને ભારતીય ખેલાડી શરથ કુમાર ત્રીજા રાઉન્ડમાં પહોંચ્યો છે, તો મનિકા બત્રા અને સુરીથા મુખરજી પોતપોતાના સિંગલ્સ રાઉન્ડમાં હારી જતાં મહિલાઓના પડકારનો અંત આવ્યો છે. ૩૯ વર્ષનો શરથ પહેલી ગેમમાં પાછળ હતો, પરંતુ ત્યાર બાદ વાપસી કરી ટિએગોને ૨-૧૧, ૧૧-૮, ૧૧-૫, ૯-૧૧, ૧૧-૬, ૧૧-૯થી હરાવ્યો હતો. હવે તેનો મુકાબલો ડિફેન્ડિંગ ચૅમ્પિયન ચીનના મા લૉન્ગ સામે થશે. 
મહિલાઓની સિંગલ્સની મૅચમાં મનિકાની શાનદાર આગેકૂચ અટકી ગઈ હતી, જ્યારે તે સોફિયા પોલ્કાનોવા સામે ત્રીજા રાઉન્ડમાં ૦-૪થી હારી ગઈ હતી. રવિવારે તેણે વિશ્વની ૩૨મા ક્રમાંકની ખેલાડીને હરાવી હતી. જોકે ઑસ્ટ્રિયાની લેફટી ખેલાડીને પડકાર આપવામાં તે નિષ્ફળ રહી હતી. હવે એકમાત્ર આશા શરથ પાસે છે, જોકે તેની ટક્કર વિશ્વના શ્રેષ્ઠ ખેલાડી લૉન્ગ સામે છે, જે સિંગલ્સમાં પોતાની તમામ મૅચ જીત્યો છે. વળી તે હાલમાં વર્લ્ડ ચૅમ્પિયન પણ છે. 
જોકે શરથ જે પ્રમાણે રમ્યો છે એ જોતાં તેનો આત્મવિશ્વાસ ટોચ પર છે. શરથ પોતાના ફોરહેટ માટે જાણીતો છે. જોકે તેણે બૅકહૅન્ડમાં પણ ઘણો સુધારો કર્યો છે. શરથે કહ્યું કે લૉન્ગ હજી 
રમ્યો નથી. તેને બે રાઉન્ડમાં બાય મળી હતી. મને લાગે છે કે હું તેને પડકાર આપી શકીશ.

sports news sports tennis news