કવાનીની કમાલ સાથે મૅન્ચેસ્ટર યુનાઇટેડ સેમી ફાઇનલમાં

25 December, 2020 03:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કવાનીની કમાલ સાથે મૅન્ચેસ્ટર યુનાઇટેડ સેમી ફાઇનલમાં

વિરોધી ખેલાડીનું ગળું પકડવાના કૃત્યમાં સજાથી બચી જનાર એડિસન કવાનીએ છેલ્લી ક્ષણોમાં ગોલ કરીને મૅન્ચેસ્ટર યુનાઇટેડને ઇંગ્લિશ લીગ કપમાં સેમી ફાઇનલમાં પહોંચાડી દીધી હતી. મૅન્ચેસ્ટર યુનાઇટેડે આ મૅચ એવર્ટન સામે ૨-૦થી જીતી લીધી હતી. હવે સેમી ફાઇનલમાં એનો મુકાબલો મૅન્ચેસ્ટર સિટી સામે થશે. ફર્સ્ટ હાફમાં કવાનીએ એવર્ટનના ખેલાડી સાથે ઝઘડામાં તેનું ગળું પકડીને તેને નીચે પછાડ્યો હતો. રેફરી આ ઘટના નહોતો જોઈ શક્યો અને રિવ્યુની સિસ્ટમ ત્યારે ઉપલબ્ધ ન હોવાથી એ લઈ શક્યા નહોતો. જો રિવ્યુ લેવામાં આવ્યો હોત તો કવાનીને ત્યારે રેડ કાર્ડ બતાવીને મેદાનની બહાર મોકલી દેવામાં આવ્યો હોત.

sports sports news manchester united manchester city