મગુઆર સૌથી મોંઘો ડિફેન્ડર બનશે, મા. યુનાઇટેડ આઠ કરોડ પાઉન્ડમાં ખરીદશે

04 August, 2019 09:05 PM IST  |  Mumbai

મગુઆર સૌથી મોંઘો ડિફેન્ડર બનશે, મા. યુનાઇટેડ આઠ કરોડ પાઉન્ડમાં ખરીદશે

ઇંગ્લિશ ફુટબોલર હેરી મેગુઆયર

Mumbai : ઇંગ્લિશ પ્રીમિયર લીગ (EPL) ની સૌથી સફળ ક્લબ માન્ચેસ્ટર યૂનાઇટેડે સેન્ટર બેક હેરી મેગુઆયરને લેસ્ટરશાયર ક્લબ પાસેથી ખરીદવાનો નિર્ણય કર્યો છે. ઇંગ્લેન્ડ તરફથી ગયા વર્ષે રશિયા ખાતે રમાયેલા ફિફા ફૂટબોલ વર્લ્ડ કપમાં રમી ચૂકેલા મેગુઆયર માટે યૂનાઇટેડ ક્લબ લગભગ આઠ કરોડ પાઉન્ડનું (લગભગ 677 કરોડ રૂપિયા) લેસ્ટરને પેમેન્ટ કરે તેવી સંભાવના છે અને આ રકમના કારણે મેગુઆયર વિશ્વનો સૌથી મોંઘો ડિફેન્ડર બની ગયો છે.

ગત વર્ષના જાન્યુઆરીમાં લિવરપૂલ ક્લબે ર્વિજલ વાન ડાઇકને વિશ્વનો સૌથી મોંઘો ડિફેન્ડર બનાવ્યો હતો પરંતુ મેગુઆયરે ર્વિજલને પાછળ રાખી દીધો છે. તે ગણતરીના દિવસેમાં યૂનાઇટેડમાં પોતાનું મેડિકલ કરાવે તેવી સંભાવના છે. લેસ્ટરના કોચ બ્રેન્ડન રોજર્સે જણાવ્યું હતું કે બંને ક્લબ ટ્રાન્સફરની રકમ માટે સહમત છે પરંતુ હજુ કેટલીક પ્રક્રિયા બાકી છે. મેગુઆયરને હજુ મેડિકલ આપવાનું બાકી છે. તે ટોચનો ખેલાડી છે અને સારો વ્યક્તિ પણ છે. ઇંગ્લેન્ડની નેશનલ ટીમ માટે કુલ 20 મેચ રમી ચૂકેલા મેગુઆયરે લેસ્ટર માટે અત્યાર સુધીમાં કુલ 69 મેચ રમી છે. છેલ્લી સિઝનમાં પણ તેનું પ્રદર્શન પ્રભાવશાળી રહ્યું હતું.


વિશ્વના સૌથી મોંઘા ડિફેન્ડર


ખેલાડી                                ટ્રાન્સફર                                      રકમ

હેરી મેગુઆયર                 લેસ્ટરથી માન્ચેસ્ટર યુનાઇટેડ                   80 મિલિયન પાઉન્ડ

ર્વિજલ વાન ડાઇક              સાઉથમ્પ્ટનથી લિવરપૂલ (2018)            75 મિલિયન પાઉન્ડ

લુકાસ હર્નાન્ડેઝ એટ્લેટિકો    મેડ્રિડથી બાયર્ન મ્યૂનિચ (2019)             70 મિલિયન પાઉન્ડ

મેથિયાસ ડી લિટ               એજેક્સથી જુવેન્ટ્સ(2019)                   67.5 મિલિયન પાઉન્ડ

એયમેરિક લેપોર્ટે                એથ્લેટિક બિલબાઓથી મા.સિટી(2018)   57 મિલિયન પાઉન્ડ


આ પણ જુઓ : ધોનીનો ઑટોગ્રાફ લેવા માટે તેની પાછળ દોડતો આ 'ગુજરાતી' હવે આખી ટીમને રાખશે ફિટ

પોલ પોગ્બા રિયલ મેડ્રિડ સાથે જોડાય તેવી સંભાવના
ઇંગ્લેન્ડની ક્લબ માન્ચેસ્ટર યૂનાઇટેડના મિડફિલ્ડર પોલ પોગ્બાએ ક્લબને બાય બાય કરવાનું મન બનાવી લીધું છેઅને તે સ્પેનની ક્લબ રિયલ મેડ્રિડ સાથે જોડાય તેવી સંભાવના છે. રિયલ મેડ્રિડ પોગ્બાને 150 મિલિયન યૂરો (1151 કરોડ રૂપિયા)ની રકમ સાથે કરારબદ્ધ કરે તેવી સંભાવના છે. જો આ ડીલ નક્કી થશે તો ઇંગ્લેન્ડની પ્રીમિયર લીગના ઇતિહાસની સૌથી મોટી ટ્રાન્સફર રહેશે. આ પહેલાં 2018માં બાર્સેલોનાએ પ્રીમિયર લીગની ક્લબ લિવરપૂલ પાસેથી ફિલિપ કોટિન્હોને 773 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

sports news football english premier league