ચાહકોના ગુસ્સાને લીધે રદ કરવી પડી મૅન્ચેસ્ટર યુનાઇટેડ અને લિવરપુલ ટક્કર

04 May, 2021 03:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મેદાનની બહાર પ્રેક્ષકો અને પોલીસ વચ્ચેઝપાઝપી

પ્રતીકાત્મક તસવીર

યુરોપિયન સુપર લીગ વિશે ચાહકોનો ગુસ્સો હજી શાંત નથી થયો. આ ગુસ્સાનો ભોગ દુનિયાની સૌથી ધનાઢ્ય ફુટબૉલ પ્રીમિયર લીગની સૌથી મોટી ટક્કર મૅન્ચેસ્ટર યુનાઇટેડ અને લિવરપુલ બની છે. આ સુપર લીગમાં યુનાઇટેડના માલિક ગ્લેઝર ફૅમિલીનો હાથ હોવાથી ચાહકો તેમનાથી ભારે નારાજ છે. આ સુપર ટક્કર પહેલાં ચાહકો આ ગ્લેઝર ફૅમિલીનો વિરોધ કરવા મેદાનની બહાર ગોઠવાઈ ગયા હતા. આ દરમ્યાન પોલીસ સાથે ઝપાઝપી થઈ હતી અને ખેલાડીઓ મેદાનમાં જ પ્રવેશી નહોતા શક્યા. આખરે જેની ઘણા સમયથી આતુરતાથી રાહ જોવાતી હતી એ મૅચને રદ કરી દેવી પડી હતી. 

football manchester united liverpool sports news