મૅન્ચેસ્ટર સિટી ૧૧ સીઝનમાં છઠ્ઠી વાર પ્રીમિયર લીગમાં ચૅમ્પિયન

24 May, 2022 05:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિશ્વની સૌથી શ્રીમંત ફુટબૉલ ક્લબોમાં ગણાતી મૅન્ચેસ્ટર સિટીની ટીમે રવિવારે ઍસ્ટન વિલા સામેની મૅચમાં ઉપરાઉપરી ત્રણ ગોલ કરીને ૩-૨થી રોમાંચક વિજય મેળવી સૌથી વધુ ૯૩ પૉઇન્ટ સાથે સતત બીજા વર્ષે ઇંગ્લિશ પ્રીમિયર લીગ (ઈપીએલ)ની ટ્રોફી જીતી લીધી હતી.

મૅન્ચેસ્ટર સિટી ૧૧ સીઝનમાં છઠ્ઠી વાર પ્રીમિયર લીગમાં ચૅમ્પિયન

વિશ્વની સૌથી શ્રીમંત ફુટબૉલ ક્લબોમાં ગણાતી મૅન્ચેસ્ટર સિટીની ટીમે રવિવારે ઍસ્ટન વિલા સામેની મૅચમાં ઉપરાઉપરી ત્રણ ગોલ કરીને ૩-૨થી રોમાંચક વિજય મેળવી સૌથી વધુ ૯૩ પૉઇન્ટ સાથે સતત બીજા વર્ષે ઇંગ્લિશ પ્રીમિયર લીગ (ઈપીએલ)ની ટ્રોફી જીતી લીધી હતી. આ ટુર્નામેન્ટમાં દરેક ટીમે ૩૮ મૅચ રમવાની હોય છે અને હાઇએસ્ટ પૉઇન્ટ ધરાવતી ટીમ વિજેતા બને છે. સિટીના ૯૩ સામે લિવરપુલ ૯૨ પૉઇન્ટ સાથે બીજા નંબર પર રહી ગઈ હતી. સિટીએ ગઈ સીઝનમાં પણ ટ્રોફી મેળવી હતી. છેલ્લી ૧૧ સીઝનમાં એની આ છઠ્ઠી ટ્રોફી છે.
રવિવારે વિલાએ ૩૭ અને ૬૯ મિનિટમાં ગોલ કરીને ૨-૦થી સરસાઈ મેળવી હતી, પરંતુ સિટીના ઇલ્ક્યે ગન્ડોવાને ૭૬મી મિનિટમાં, રૉડ્રીએ ૭૮મી મિનિટમાં અને ગન્ડોવાને ફરી ૮૧મી મિનિટમાં ગોલ કરીને સિટીને શાનદાર જીત અપાવી હતી.
લિવરપુલની ટીમને ત્રણ વર્ષમાં બીજી વાર ટ્રોફી જીતવાનો મોકો હતો, પણ માત્ર બે પૉઇન્ટ માટે ચૂકી ગઈ હતી. એની ૮ મેની ૩૬મી મૅચ જે ટૉટનમ સામે હતી એ ૧-૧થી ડ્રૉમાં જતાં એને (લિવરપુલને) ત્યાં જ ફટકો પડ્યો હતો અને સિટીને ફાયદો થઈ ગયો હતો. 

sports news football