તીરંદાજોનાં નીચાં નિશાન

27 July, 2021 04:49 PM IST  |  Mumbai | Agency

મેન્સ ટીમ સાઉથ કોરિયા સામે હારી, ટીમ ઇવેન્ટમાં મેડલનું સપનું ચકનાચૂર

કોરિયા સામેની મૅચ દરમ્યાન ભારતીય પુરુષ તીરંદાજો પ્રવીણ જાધવ, અતનુ દાસ અને તરુણદીપ રાય

ટોક્યો ગેમ્સની તીરંદાજી સ્પર્ધાની ટીમ ઇવેન્ટમાં ભારત ફરી એક વાર સાઉથ કોરિયાના પડકારને પાર કરવામાં નિષ્ફળ રહ્યું છે. આ સાથે જ ટીમ ઇવેન્ટમાં મેડલ જીતવાના સપનાનો અંત આવ્યો હતો. મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં બે દિવસ પહે ક્વૉર્ટર ફાઇનલમાં ભારતીય જોડી હારી ગઈ હતી. ગઈ કાલે  રાઉન્ડ આઠમાં પ્રવીણ જાધવ, અતનુ દાસ અને તરુણદીપ રાય નિષ્ફળ રહ્યા હતા. સાઉથ કોરિયાની ટીમ ચીની તાઇપેઇને ૬-૦થી હરાવીને ગોલ્ડ મેડલ જીતી હતી. શુક્રવારે થયેલા રૅન્કિંગ્સ રાઉન્ડમાં ભારતના તમામ તીરંદાજો ટૉપ-૩૦માં પણ નહોતા આવ્યા.
તીરંદાજીમાં પહેલી વખત ઑલિમ્પિક મેડલ મેળવવાની આશા પણ હવે ધૂંધળી બની છે. મેન્સ ટીમ ૨૦૧૯ના વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતી હતી. ભારતે કઝાકિસ્તાનને ૬-૨થી હરાવીને શાનદાર શરૂઆત કરી હતી. લંડનમાં ચૅમ્પિયન રહેલી કોરિયાની ટીમ ભારત સામે બહુ મજબૂત પુરવાર થઈ હતી. શરૂઆતનાં ૧૨ પૈકી ૧૦ તીર બિલકુલ નિશાન પર લાગતાં ભારત પર પહેલેથી દબાણ આણ્યું હતું. ગ્વાટેમાલા સિટીમાં આયોજિત વર્લ્ડ કપમાં ગોલ્ડ જીતનાર અતનુ દાસ તેનું શાનદાર પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો હતો. ત્રણ સેટ દરમ્યાન તે એક પણ વખત ૧૦ પૉઇન્ટ મેળવી શક્યો નહોતો. 
પહેલી વખત ઑલિમ્પિક્સમાં ભાગ લેનાર જાધવે પાંચ વખત ૧૦ પૉઇન્ટ ‍મેળવ્યા હતા. રાયે ત્રણ વખત ૧૦ પૉઇન્ટ મેળવ્યા હતા. દિવસની શરૂઆતમાં અતનુએ ૬ વખત ૧૦ પૉઇન્ટ મેળવતાં કઝાખસ્તાન સામે ટીમે વિજયમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. 

sports sports news