ફુટબૉલ કરીઅરની ૪૯ની ટ્રોફી જીતી આર્જેન્ટિનાના સ્ટાર લીઅનલ મેસીએ

18 September, 2026 01:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્ટર માયામી માટે ૧૦૦મો ગોલ કરીને કૅમ્પીઓન્સ કપ જિતાડ્યો

કૅમ્પીઓન્સ કપ સાથે લીઅનલ મેસી

અમેરિકામાં હાલમાં ફુટબૉલ ક્લબ ટુર્નામેન્ટ કૅમ્પીઓન્સ કપની ફાઇનલમાં ઇન્ટર માયામીએ ૨-૦થી જીત નોંધાવી હતી. સ્ટાર ખેલાડી લીઅનલ મેસીએ ઇન્ટર માયામી માટે પોતાની ૧૧૫મી મૅચમાં હેડર દ્વારા ૧૦૦મો ગોલ કર્યો હતો.

કોઈ પણ ક્લબ કે દેશ માટે ૧૦૦ ગોલનો આંકડો સ્પર્શવાની આ તેની સૌથી ઝડપી સફર છે. અગાઉ ૧૦૦ ગોલ કરવામાં તેને બાર્સેલોના માટે ૧૮૮ મૅચ અને આર્જેન્ટિના માટે ૧૭૪ મૅચ લાગી હતી.

૩૯ વર્ષના લીઅનલ મેસીની કરીઅરની આ ૪૯મી ટ્રોફી છે. 

lionel messi argentina football sports sports news