09 October, 2026 07:25 PM IST | Argentina | Gujarati Mid-day Correspondent
આર્જેન્ટિના માટેની ફેરવેલ મૅચ પછી મેસી માટે રોનાલ્ડોનો મેસેજ
આર્જેન્ટિનાના ૩૯ વર્ષના લીઅનલ મેસીએ બુધવારે ફેરવેલ મૅચ રમીને ૨૧ વર્ષની ઇન્ટરનૅશનલ કરીઅરનો અંત કર્યો હતો. મૅચ પછી મેસીએ શૅર કરેલી ઇસ્ટાગ્રામ ફોટો-પોસ્ટ પર પોર્ટુગલના ફુટબૉલર ક્રિસ્ટીઆનો રોનાલ્ડોએ કમેન્ટ કરી હતી.
૪૧ વર્ષના રોનાલ્ડોએ લીઅનલ મેસી માટે મેસેજ લખ્યો, ‘લિયો, આટલાં વર્ષો સુધી તારા દેશનું પ્રતિનિધિત્વ કરવું અને એવો ઇતિહાસ રચવો જે હંમેશાં યાદ રાખવામાં આવશે એ ખરેખર શાનદાર છે આર્જેન્ટિના સાથે તેં જે કંઈ પણ હાંસલ કર્યું છે એના માટે મને અત્યંત આદર છે. મારા તરફથી આલિંગન.’
નવા હેડ કોચ સાથેના વિવાદને કારણે નૅશનલ ટીમમાં સ્થાન મેળવવામાં સંઘર્ષ કરતો રોનાલ્ડો ફુટબૉલ ઇતિહાસમાં ૬૦૩ મૅચ રમીને સૌથી વધુ ૯૭૯ ગોલ ફટકારી ચૂક્યો છે. મેસી ૫૭૪ મૅચમાં ૯૩૨ ગોલ સાથે આ લિસ્ટમાં બીજા ક્રમે છે.