લબ્રોન જેમ્સનો ૭.૭૩ અબજ રૂપિયાનો સૌથી મોટો સોદો

19 August, 2022 11:51 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

૩૭ વર્ષના લબ્રોનને એક સીઝન રમવાના સાડાત્રણ અબજ કરતાં પણ વધુ રૂપિયા મળશે

લબ્રોન જેમ્સ

બાસ્કેટબૉલના વિશ્વવિખ્યાત ખેલાડી અમેરિકાના લબ્રોન જેમ્સે લૉસ ઍન્જલસ લેકર્સ ટીમ સાથે બે વર્ષ માટે ૯૭૧ લાખ ડૉલર (અંદાજે ૭.૭૩ અબજ રૂપિયા)નો નવો કૉન્ટ્રૅક્ટ કર્યો છે. ભારતીય રૂપિયાની ગણતરીએ જોઈએ તો ૩૭ વર્ષના લબ્રોનને એક સીઝન રમવાના સાડાત્રણ અબજ કરતાં પણ વધુ રૂપિયા મળશે. આ કરાર કરીને બાસ્કેટબૉલની રમતનો તે હાઇએસ્ટ-પેઇડ ખેલાડી બન્યો છે. આ કરાર ૨૦૨૪ અને ૨૦૨૫ની સીઝન માટેનો છે.

sports sports news