લક્ષ્ય સેન ફાઇનલમાં : વર્લ્ડ નંબર વન સાથે મુકાબલો

16 January, 2022 03:28 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

જેમાં તે વર્લ્ડ નંબર વન સિંગાપોરના લોહ કીઆન યેવ સામે રમશે

લક્ષ્ય સેન

ભારતનો વર્લ્ડ ચૅમ્પિયનશિપ બ્રૉન્ઝ-મેડલિસ્ટ બૅડ્મિન્ટન ખેલાડી લક્ષ્ય સેન ગઈ કાલે દિલ્હીની ઇન્ડિયા ઓપનની ફાઇનલમાં પહોંચી ગયો હતો જેમાં તે વર્લ્ડ નંબર વન સિંગાપોરના લોહ કીઆન યેવ સામે રમશે. ૧૭મી વર્લ્ડ રૅન્ક ધરાવતા સેને સેમી ફાઇનલમાં મલેશિયાના નેન્ગ ત્ઝે યૉન્ગને ૧૯-૨૧, ૨૧-૧૬, ૨૧-૧૨થી હરાવ્યો હતો. ૨૦ વર્ષનો સેન ઉત્તરાખંડના અલ્મોડાનો છે.
પી. વી. સિંધુ ગઈ કાલે ટાઇટલની રેસની બહાર થઈ ગઈ હતી.

sports sports news