ન્યૂઝ શોર્ટમાં: એક ક્લિકમાં જાણો ક્રિકેટ અને ટેનિસ સંબંધિત તમામ સમાચાર

10 June, 2021 03:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાલ પૅરિસમાં ચાલી રહેલી ફ્રેન્ચ ઓપનમાંથી ડિપ્રેશનને લીધે ખસી ગયેલી વર્લ્ડ નંબર-ટૂ નાઓમી ઓસાકા ૧૪ જૂનથી શરૂ થનારી બર્લિન ટુર્નામેન્ટમાંથી પણ ખસી ગઈ છે.

નાઓમી ઓસાકા

બર્લિન ટુર્નામેન્ટમાંથી ઓસાકા પણ ખસી ગઈ
હાલ પૅરિસમાં ચાલી રહેલી ફ્રેન્ચ ઓપનમાંથી ડિપ્રેશનને લીધે ખસી ગયેલી વર્લ્ડ નંબર-ટૂ નાઓમી ઓસાકા ૧૪ જૂનથી શરૂ થનારી બર્લિન ટુર્નામેન્ટમાંથી પણ ખસી ગઈ છે. બર્લિન ટુર્નામેન્ટના આયોજકોએ આ વાતની પુષ્ટિ કરી હતી. ફ્રેન્ચ ઓપનમાંથી હટવાની જાહેરાત વખતે ઓસાકાએ ક્યારથી કમબૅક કરશે એ વિશે કોઈ ચોખવટ નહોતી કરી એથી તેની ૨૮ જૂનથી શરૂ થતા વિમ્બલ્ડન ગ્રૅન્ડ સ્લૅમ તથા ટોક્યો ઑલિમ્પિક્સમાં પણ રમવાની સંભાવના ઓછી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. 

ચાઇનીઝ કિટ-સ્પૉન્સર કંપનીને હટાવવી પડી
ટોક્યો ઑલિમ્પિક્સમાં ભારતીય ટીમની કિટ-સ્પૉન્સર એક ચાઇનીઝ કંપની લી નિંગ હતી, પણ એનો ભારે વિરોધ થતાં ભારતીય ઑલિમ્પિક્સ અસોસિએશને એને હટાવવી પડી હતી. અસોસિએશને હાલમાં જ ભારતીય ટીમની આ કિટ લૉન્ચ કરી હતી. ચીન સાથેના ખરાબ સંબંધો છતાં એ કંપનીને સ્પૉન્સર બનાવતતાં અસોસિએશનની ભારે ટીકા થઈ હતી. જોકે અસોસિએશનને આશા છે કે આ મહિનાના અંત સુધીમાં બીજો કોઈ સ્પૉન્સર નક્કી કરી લેશે. 

ઓલી રૉબિન્સન બાદ ઇંગ્લૅન્ડના અન્ય ખેલાડીઓ મુશ્કેલીમાં
આઠેક વર્ષ જૂની નસ્લીય અને જાતિવાદી ટ્વીટને લીધે સસ્પેન્ડ થયેલા ઓલી રોબિન્સન બાદ ટીમના અન્ય ખેલાડીઓ પણ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. ઇંગ્લૅન્ડ ક્રિકેટ બોર્ડે રોબિન્સન સામે લીધેલા કડક પગલા બાદ સિનિયર ખેલાડીઓ જિમી ઍન્ડરસનની તેના સાથીખેલાડી સ્ટુઅર્ટ બ્રૉડને લેસ્બિયન કહ્યો હોવાની જૂની ટ્વીટ ફરી વાઇરલ થઈ હતી. ઍન્ડરસન ઉપરાંત વન-ડે અને ટી૨૦ ટીમનો કૅપ્ટન ઇઓન મૉર્ગન, જોસ બટલર, જૉ રૂટ અને ડૉબ બેસ સહિત અનેક ખેલાડીઓની વાંધાજનક ટ્વીટ કે પોસ્ટ વાઇરલ થઈ હતી. 

sports sports news cricket news tennis news