જ્વાલા ગુટ્ટા અને વિષ્ણુ વિશાલના લગ્નની તારીખ થઈ જાહેર, 22 એપ્રિલના થશે લગ્ન

14 April, 2021 05:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

જ્વાલા ગુટ્ટા અને તામિલ એક્ટર વિષ્ણુ વિશાલના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે. જ્વાલા અને વિષ્ણુ 22 એપ્રિલ 2021ના રોજ લગ્નબંધનમાં બંધાશે.

ફાઇલ ફોટો

છેલ્લા કેટલાક સમયથી સ્ટાર બેડમિંટન ખેલાડી જ્વાલા ગુટ્ટા અને તામિલ એક્ટર વિષ્ણુ વિશાલ પોતાની રિલેશનશિપને લઈને ચર્ચામાં છે. હવે બન્નેના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે. જ્વાલા અને વિષ્ણુ 22 એપ્રિલ 2021ના રોજ લગ્નના બંધનમાં બંધાઇ જશે. જ્વાલાએ સોશિયલ મીડિયા પર આ માહિતી ટ્વીટ કરીને શૅર કરી છે. બન્નેના લગ્નમાં પરિવારના લોકો સિવાય કેટલાક નજીકના મિત્રો જ સામેલ હશે. 

જ્વાલા ગુટ્ટાએ લગ્નના સમાચાર એક નોટ સાથે શૅર કર્યા છે જેમાં લખ્યું છે, "પોતતાના પરિવારના આશીર્વાદની સાથે, અમને અમારા લગ્નના સમાચાર આપતા ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. આ કેટલાક નજીકના લોકોની હાજરીમાં એક ખાનગી ફંક્શન થશે."

જ્વાલાના ફિયાન્સે વિષ્ણુ વિસાલે પણ આ સમાચાર સોશિયલ મીડિયા દ્વારા શૅર કર્યા છે અને લખ્યું છે, "જીવન એક સફર છે, વિશ્વાસ સાથે આને સ્વીકારીએ અને આગળ વધીએ... હંમેશાંની જેમ તમારા પ્રેમ અને સપૉર્ટની જરૂર છે."

જણાવવાનું કે જ્વાલા ગુટ્ટાના 37મા જન્મદિવસે બન્નેએ સગાઇ કરી હતી. આ પહેલા જ્વાલા ગુટ્ટાના લગ્ન બેડમિંટન સ્ટાર ચેતન આનંદ સાથે થયા હતા અને 2011માં તેમના ડિવૉર્સ પણ થઈ ગયા હતા. બીજી તરફ વિષ્ણુ વિશાલના લગ્ન પહેલા રજની નટરાજ સાથે થયા હતા અને બન્નેના 2018માં ડિવૉર્સ થઈ ગયા હતા.

sports news sports badminton news jwala gutta