10 December, 2025 10:57 AM IST | Tamil Nadu | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
તામિલનાડુમાં આયોજિત જુનિયર મેન્સ હૉકી વર્લ્ડ કપ 2025નો આજે નિર્ણાયક દિવસ છે. સ્પેન અને જર્મનીની ફાઇનલ મૅચ પહેલાં આજે બ્રૉન્ઝ મેડલ મૅચ રમાશે. સેમી ફાઇનલમાં હારેલી ટીમ ભારત અને આર્જેન્ટિનાની વચ્ચે બ્રૉન્ઝ મેડલ જીતવા ટક્કર થશે.
૨૦૦૧ અને ૨૦૧૬ની ચૅમ્પિયન ટીમ ભારત અગાઉ આ ટુર્નામેન્ટમાં ૩ વખત બ્રૉન્ઝ મેડલ મૅચ રમવા ઊતર્યું છે, પરંતુ હારીને ચોથા ક્રમે રહ્યું છે. ૨૦૦૫ અને ૨૦૨૩માં સ્પેન જ્યારે ૨૦૨૧માં ફ્રાન્સ સામે ભારત બ્રૉન્ઝ મેડલ મૅચ હાર્યું છે. ૧૯૯૭ની રનર-અપ ટીમ ભારત આ ટુર્નામેન્ટમાં સતત ત્રીજી વખત બ્રૉન્ઝ મેડલ મૅચ રમશે.