જેહાન હવે F1 માટે સુપર લાઇસન્સ મેળવી શકશે

25 June, 2022 05:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

F2 કાર રેસ F1થી એક લેવલ નીચે ગણાય છે અને જેહાન હાલમાં ઇટલીમાં F2 રેસમાં ભાગ લઈ રહ્યો છે. જોકે થોડા સમયમાં તે F1માં જોવા મળશે.

જેહાન હવે F1 માટે સુપર લાઇસન્સ મેળવી શકશે

મુંબઈનો ફૉર્મ્યુલા-ટૂ (F2)ના યુવાન કાર રેસ ડ્રાઇવર જેહાન દારૂવાલા વર્લ્ડ ચૅમ્પિયનશિપ-વિનિંગ ટીમ મૅક્લારેન સાથેની ફૉર્મ્યુલા-વન (F1)ની ટેસ્ટ ડ્રાઇવમાં સફળ થતાં હવે તે (જેહાન) F1ની રેસમાં ભાગ લેવા માટે જરૂરી સુપર લાઇસન્સ માટે અરજી કરી શકશે. જેહાને મંગળવાર અને બુધવારે ઇંગ્લૅન્ડમાં સિલ્વરસ્ટન ખાતેના બ્રિટિશ ગ્રાં પ્રિના સ્થળે ૧૩૦ લૅપ પૂરા કર્યા હતા. સામાન્ય રીતે F1ની રેસમાં સ્પર્ધકે જેટલું અંતર કાપવાનું હોય છે એનાથી બમણું અંતર જેહાને બે દિવસની ટેસ્ટ-ડ્રાઇવમાં કાપ્યું હતું. F2 કાર રેસ F1થી એક લેવલ નીચે ગણાય છે અને જેહાન હાલમાં ઇટલીમાં F2 રેસમાં ભાગ લઈ રહ્યો છે. જોકે થોડા સમયમાં તે F1માં જોવા મળશે.

sports news sports