01 June, 2025 10:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
UEFAની પ્રતિષ્ઠિત ચૅમ્પિયન્સ લીગ ફાઇનલ મૅચ ગઈ કાલે જર્મનીના મ્યુનિકમાં રમાઈ હતી. આ મૅચ જોવા ICC ચૅરમૅન જય શાહ પણ ત્યાં પહોંચ્યા હતા
યુનિયન ઑફ યુરોપિયન ફુટબૉલ અસોસિએશન્સ (UEFA)ની પ્રતિષ્ઠિત ચૅમ્પિયન્સ લીગ ફાઇનલ મૅચ ગઈ કાલે જર્મનીના મ્યુનિકમાં રમાઈ હતી. આ મૅચ જોવા ICC ચૅરમૅન જય શાહ પણ ત્યાં પહોંચ્યા હતા. ઇન્ટર મિલાન અને પૅરિસ સેન્ટ-જર્મન વચ્ચેના ફાઇનલ જંગ પહેલાં જય શાહે UEFAના પ્રમુખ ઍલેક્ઝાન્ડર સેફેરિન સાથેની મુલાકાતના ફોટો શૅર કરીને લખ્યું, ‘ચૅમ્પિયન્સ લીગ ફાઇનલ પહેલાં મ્યુનિકમાં ક્રિકેટનું પ્રતિનિધિત્વ કરવું અને UEFA પ્રમુખ ઍલેક્ઝાન્ડર સેફેરિન સાથે ચર્ચા કરવી એ સન્માનની વાત હતી. આપણી રમતને વિશ્વસ્તરે લઈ જવા માટે અન્ય રમતોના વડાઓને મળવું હંમેશાં મહત્ત્વપૂર્ણ છે.’