જાદુમણિ સિંહે સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો

02 August, 2026 09:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મણિપુરના 22 વર્ષીય જાદુમણિ સિંહે કૉમનવેલ્થ ગેમ્સ 2026માં પુરુષોની 55 કિલો બૉક્સિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતીને ભારતના મેડલ ખાતામાં વધુ એક સફળતા ઉમેરેલી.

જદુમણિ સિંહ

મણિપુરના બાવીસ વર્ષના બૉક્સર જાદુમણિ સિંહે કૉમનવેલ્થ ગેમ્સ 2026માં ત્રીજો બૉક્સિંગ મેડલ જીતીને ભારતના મેડલોની સંખ્યા ૨૮ સુધી પહોંચાડી હતી. પુરુષોની પંચાવન કિલો કૅટેગરીની ફાઇનલમાં ઑસ્ટ્રેલિયાના હરીફ સામે જાદુમણિ સિંહને હાર મળતાં સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. 
ગ્લાસગોમાં શનિવારે એક કલાકના સમયગાળામાં ભારતનો આ ત્રીજો બૉક્સિંગ મેડલ હતો. ૨૦૨૫ના વર્લ્ડ બૉક્સિંગ કપમાં જાદુમણિ સિંહે સિલ્વર અને બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. બાળપણમાં ફુટબૉલર બનવાની ઇચ્છા રાખતા જાદુમણિ સિંહે આર્મીની ટ્રેઇનિંગને કારણે બૉક્સિંગ જગતમાં આગળ વધવાનું નક્કી કર્યું હતું.

sports news sports commonwealth games boxing manipur india australia