ફુટબોલર પાઓલો રોસીનું અવસાન

11 December, 2020 03:44 PM IST  |  Rome | Gujarati Mid-day Correspondent

ફુટબોલર પાઓલો રોસીનું અવસાન

પાઓલો રોસી

૧૯૮૨માં ઇટલીને વર્લ્ડ કપ જિતાડનાર લેજન્ડ ફુટબોલર પાઓલો રોસીનું ૬૪ વર્ષની ઉંમરે ગઈ કાલે અવસાન થયું હતું. ૧૯૮૦માં બેટિંગ સ્કૅન્ડલને લીધે બૅન થયા બાદ શાનદાર કમબૅક કરતાં રોસીએ અફલાતૂન પર્ફોર્મન્સ વડે સ્પેનમાં રમાયેલા ૧૯૮૨ વર્લ્ડ કપમાં ઇટલીને ચૅમ્પિયન બનાવ્યું હતું. ફાઇનલમાં ઇટલીએ જર્મનીને ૩-૧થી હરાવ્યું હતું જેમાં પહેલો ગોલ રોસીએ કર્યો હતો. આ વર્લ્ડ કપમાં બ્રાઝિલ સામે હૅટ-ટ્રિક સહિત સૌથી વધુ ૬ ગોલ કરીને રોસીએ ગોલ્ડન બૂટ અને ગોલ્ડન બૉલ અવૉર્ડ્સ જીતી લીધા હતા. રોસીએ ૧૯૭૭થી ૧૯૮૬ દરમ્યાન ઇટલી વતી રમતાં ૪૮ મૅચમાં ૨૦ ગોલ કર્યા હતા.

sports sports news football