ગનીમત-અંગદની જોડીને શૂટિંગ વર્લ્ડ કપમાં મળ્યો ગોલ્ડ

24 March, 2021 11:12 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આ ગોલ્ડ મેડલ સાથે ભારતના નામે ૭ મેડલ નોંધાઈ ચૂક્યા છે

ગનીમત સેખોન અને અંગદ વીરસિંહ બાજવા

શૂટિંગના આઇએસએસએફ વર્લ્ડ કપમાં ગઈ કાલે ભારતીય શૂટર ગનીમત સેખોન અને અંગદ વીરસિંહ બાજવાની જોડીએ સ્કિટ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ક્વૉલિફિકેશનમાં ૧૪૧ પૉ​ઇન્ટ્સ સાથે નંબર-વન પર રહેનાર આ જોડીએ કઝાખસ્તાનની ઓગ્લા પનારિના અને અલેકઝૅન્ડર યેચશેંકોની જોડીને ૩૩-૨૯થી મહાત આપી હતી.

આ ગોલ્ડ મેડલ સાથે ભારતના નામે ૭ મેડલ નોંધાઈ ચૂક્યા છે. આ સ્પર્ધામાં પરિનાઝ ધાલીવાલ અને મૈરાજ અહમદ ખાનની જોડી બ્રૉન્ઝ મેડલ જીતવાની તક નજીવા અંતરથી ચૂકી ગઈ હતી.

sports sports news