૫૦ મીટર રાઇફલ થ્રી પોઝિશનમાં તોમરને ગોલ્ડ

25 March, 2021 12:21 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

એક સિલ્વર અને એક બ્રૉન્ઝ સાથે કુલ ૧૯ મેડલ જીતીને ભારત પૉઇન્ટ્સ ટેબલમાં ટોચ પર છે

ઐશ્વર્ય તોમર

દિલ્હીના કર્ણી સિંહ રેન્જમાં ચાલી રહેલા ઇન્ટરનૅશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશનના બૅનર હેઠળની નિશાનબાજીના વર્લ્ડ કપના ૫૦ મીટર રાઇફલ થ્રી પોઝિશનના પુરુષોના વર્ગમાં ઐશ્વર્ય તોમરે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આમ ગઈ કાલે ભારત બે ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રૉન્ઝ સાથે કુલ ૧૯ મેડલ જીતીને પૉઇન્ટ્સ ટેબલમાં ટોચ પર છે. અત્યાર સુધી ભારતે નવ ગોલ્ડ, પાંચ સિલ્વર અને એટલા જ બ્રૉન્ઝ મેડલ મેળવ્યા છે. અમેરિકા ત્રણ ગોલ્ડ સાથે બીજા ક્રમાંક પર છે. પ્રિલિમનરી રાઉન્ડમાં પાંચમા ક્રમાંકે રહેલા તોમરે ૪૬૨.૫ના સ્કોર સાથે પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. અનુભવી શૂટર સંજીવ રાજપૂત અને નીરજ કુમાર ક્રમશઃ છઠ્ઠા અને આઠમા ક્રમાંક પર રહ્યા છે.

sports sports news