ઑસ્ટ્રેલિયા સામે ડ્રૉ પછી ભારતીય વિમેન્સ ટીમ હૉકી વર્લ્ડ કપની સેમી-ફાઇનલની રેસમાંથી આઉટ

25 August, 2026 02:37 PM IST  |  Amstelveen | Gujarati Mid-day Correspondent

વિમેન્સ હૉકી વર્લ્ડ કપમાં ભારતની સેમી-ફાઇનલની આશા ડ્રૉ સાથે તૂટી ગઈ. ભારત અને ઑસ્ટ્રેલિયાના પૉઇન્ટ સમાન હતા, પરંતુ વધુ ગોલના કારણે ઑસ્ટ્રેલિયાએ પૂલ Eમાંથી નેધરલૅન્ડ્સ સાથે સેમી-ફાઇનલમાં સ્થાન મેળવ્યું.

ઑસ્ટ્રેલિયા સામે ડ્રૉ પછી ભારતીય વિમેન્સ ટીમ હૉકી વર્લ્ડ કપની સેમી-ફાઇનલની રેસમાંથી આઉટ

નેધરલૅન્ડ્સ અને બેલ્જિયમમાં આયોજિત વિમેન્સ હૉકી વર્લ્ડ કપમાં ભારતીય વિમેન્સ ટીમની સફર નિરાશાજનક રહી. બીજા રાઉન્ડની બીજી મૅચમાં ૦-૦ના ડ્રૉ મૅચ પછી ટોટલ ગોલના આંકડાઓના આધારે ભારત સેમી-ફાઇનલમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહ્યું. 
ભારતને આગામી રાઉન્ડમાં આગળ વધવા અને પોતાની આશાઓ જીવંત રાખવા માટે જીતની જરૂર હતી પરંતુ ઘણી સારી તકો બનાવવા છતાં તેઓ ગોલ કરવામાં અસમર્થ રહ્યા.
ભારત અને ઑસ્ટ્રેલિયાના વચ્ચે પૉઇન્ટ એકસમાન હતા પરંતુ ગોલની સંખ્યા વધુ હોવાથી ઑસ્ટ્રેલિયા પૂલ Eની ટૉપર ટીમ નેધરલૅન્ડ્સ સાથે સેમી-ફાઇનલમાં પહોંચ્યું હતું. ભારત વાપસી કરતાં પહેલાં ભારતીય વિમેન્સ ટીમ પાંચમા અને છઠ્ઠા ક્રમની ટીમ માટેની મૅચ રમશે.

indian womens hockey team hockey india australia netherlands belgium sports news sports