હૉકી ટીમની કૅપ્ટન રાનીએ કહ્યું કે ફિટનેસના મામલે અમે અન્ય યુરોપિયન ટીમની સમકક્ષ

25 June, 2021 02:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૩૬ વર્ષ બાદ ૨૦૧૬માં ભારતીય મહિલા ટીમે ઑલિમ્પિમાં ભાગ લીધો હતો

રાની

ભારતીય મહિલા હૉકી ટીમની કૅપ્ટન રાનીએ કહ્યું કે ‘ઑલિમ્પિક ચૅમ્પિયન રાતોરાત નથી થઈ જવાતું. મહિલા ટીમ લાંબી પ્રક્રિયામાંથી પસાર થઈ છે. ટોક્યોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરશે.’ ૩૬ વર્ષ બાદ ૨૦૧૬માં ભારતીય મહિલા ટીમે ઑલિમ્પિમાં ભાગ લીધો હતો, પરંતુ ચાર મૅચમાં પરાજય અને જપાન સામે થયેલા ડ્રૉને કારણે ગ્રુપ-સ્ટેજમાં બહાર થઈ ગઈ હતી. ગઈ કાલે કલકત્તામં આયોજિત વર્ચ્યુઅલ ન્યુઝ કૉન્ફરન્સમાં રાનીએ કહ્યું હતું કે ‘કોઈ પણ ટીમ રાતોરાત ઑલિમ્પિક ચૅમ્પિયન નથી બની જતી, હા, પણ ક્યાંકથી તો શરૂઆત કરવી જ પડે છે. અમે પણ એ તબક્કામાંથી પસાર થઈ રહ્યાં છીએ. અમારા આ અભિયાનમાં કોચ તેમ જ અન્ય સ્ટાફ મદદ કરી રહ્યો છે. અગાઉ લોકો એવું કહેતા હતા કે યુરોપિયન ટીમ સામે અમારું ગજું નથી, પરંતુ છેલ્લાં ચારથી પાંચ વર્ષમાં જુઓ તો ખબર પડશે કે ફિટનેસના મામલે અમે કોઈ કરતાં ઊતરતી કક્ષાનાં નથી.’

sports sports news indian womens hockey team