ઓલિમ્પિક હોકી ટેસ્ટ : ભારતે 2-1થી જાપાનને રગદોળ્યું

18 August, 2019 10:10 AM IST  |  Mumbai

ઓલિમ્પિક હોકી ટેસ્ટ : ભારતે 2-1થી જાપાનને રગદોળ્યું

ભારતીય મહિલા હોકી ટીમ

Mumbai : ઓલિમ્પિક હોકી ટેસ્ટ ઇવેન્ટમાં ભારતીય મહિલા ટીમે શાનદાર પ્રદર્શન કરતા જાપાનની મહિલા ટીમને 2-1થી હાર આપી હતી. આ મેચ ઘણી રોમાંચક રહી હતી પણ મેદાન પર બંને ટીમો ઘણા દબાણમાં જોવા મળ્યા હતા. ભારત ટીમ તરફથી ડિફેન્ડર ગુરજિતે બંને ગોલ કર્યા હતા. તો જાપાન તરફથી એક માત્ર ગોલ ઇમી નિશિખોરીએ કર્યો હતો.


ભારતીય મહિલા હોકી ટીમે મેચમાં આક્રમક શરૂઆત કરી હતી
જાપાન સામેની મેચમાં ભારતે આક્રમક શરૂઆત કરી હતી અને પ્રથમ મિનિટથી એટેકિંગ રમત દાખવી હતી. તેનું પરિણામ પ્રથમ ક્વાર્ટરમાં જ મળ્યું હતું. મેચની નવમી મિનિટે ગુરજિતે ગોલ કરીને ભારતને 1-0 થી આગળ કરી દીધું હતું. જોકે ભારત આ લીડને લાંબો સમય સુધી ટકાવી શક્યું નહોતું. બીજા ક્વાર્ટરની પ્રારંભમાં જ જાપાને સ્કોરને 1-1થી સરભર કરી દીધો હતો. યજમાન ટીમ તરફથી નિશિખોરીએ 16મી મિનિટે ગોલ નોંધાવ્યો હતો. ત્યાર બાદ બાદ બંને ટીમોએ વારંવાર એકબીજાના ગોલ પોસ્ટ ઉપર આક્રમણ કર્યું હતું.

આ પણ જુઓ : શું તમને ખબર છે કેટલું ભણેલા છે આ સ્ટાર ભારતીય ક્રિકેટર્સ?

અંતિમ ક્વાર્ટરમાં ભારતે જાપાનને એક પણ ગોલ કરવા દીધો ન હતો
ત્રીજા ક્વાર્ટરમાં ભારતને વધુ એક તક મળી હતી અને 35 મી મિનિટે ગુરજિતે શાનદાર ફિલ્ડ ગોલ કરીને ટીમને ફરીથી 2-1ના સ્કોરથી આગળ કરી દીધી હતી. અંતિમ ક્વાર્ટરમાં જાપાને ગોલ સરભર કરવાના ઘણા પ્રયાસ કર્યા હતા પરંતુ ભારતીય ડિફેન્સ ટીમે તેના આક્રમણને વારંવાર નિષ્ફળ બનાવ્યું હતું. ભારત હવે રવિવારે ઓસ્ટ્રેલિયા સામે રમશે.

sports news hockey indian womens hockey team