વર્લ્ડ ચેમ્પિયન પીવી સિન્ધુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કરી મુલાકાત

27 August, 2019 08:35 PM IST  |  New Delhi

વર્લ્ડ ચેમ્પિયન પીવી સિન્ધુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કરી મુલાકાત

પીવી સિન્ધુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કરી મુલાકાત

New Delhi : ભારતી મહિલા બેડમિન્ટન ખેલાડી પીવી સિન્ધુએ રવિવારે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતી ઇતિહાસ રચી દીધો હતો. આ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનારી તે પહેલી ભારતીય ખેલાડી બની છે. ફાઇનલમાં તેણે જાપાનની ઓકુહારાને હારાવીને ઇતિહાસ રચ્યો હતો. ઈતિહાસ રચ્યા બાદ તે ભારત પરત ફરી હતી અને મંગળવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી હતી.


પીવી સિન્ધુએ ગોલ્ડ જીતતાની સાથે કેરોલિન મરીનનો રેકોર્ડ તોડ્યો
પીવી સિન્ધુએ ગોલ્ડ મેડલ જીતી સ્પેનની કેરોલિના મરીન (20 મેચ)નો રેકોર્ડ તોડ્યો હતો. તે આ ટૂર્નામેન્ટ છઠ્ઠી વખત રમી હતી. તે સૌથી ઓછી ટૂર્નામેન્ટમાં પાંચ મેડલ જીતનાર ખેલાડી છે. વર્લ્ડ ચેમ્પિયનશીપમાં મેડલ જીતવામાં તેનો સફળતાનો દર 83% છે, જે કોઈપણ ભારતીય શટલરમાં સૌથી વધુ છે.


વર્લ્ડ ચેમ્પિયન સિંધુએ પીએમ મોદી સાથે કરી મુલાકાત
વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ પીવી સિંધુ ભારત પરત ફરી હતી અને ત્યાર બાદ તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દિલ્હીમાં મુલાકાત કરી હતી. નરેન્દ્ર મોદીએ ગોલ્ડન ગર્લ પીવી સિંધુને અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્ય માટે શુભકામના આપી હતી. અગાઉ મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, પીવી સિંધુએ ફરીથી ભારતને ગૌરવની અનુભૂતિ કરાવી. બીડબ્લ્યુએફ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ જીતવા બદલ તેમને અભિનંદન. તે જે જુસ્સાથી બેડમિંટન રમે છે તે પ્રેરણાદાયક છે. સિંધુની સફળતા ખેલાડીઓની આગામી જનરેશનને પ્રેરણારૂપ કરશે.’


આ પણ જુઓ : આવો છે દેશની 'ગોલ્ડન ગર્લ' PV Sindhuનો ઑફ ધ ફિલ્ડ અંદાજ

કોરિયન કોચ કિમ જીની નેટ પાસે રમત પીવી સિન્ધુને કામ લાગી
પીવી સિન્ધુના કોરિયન કોચ કિમ જી હ્યુએ 'સ્માર્ટ ગેમ' શીખવા માટે નેટની પાસે રમવાનું કહ્યું હતું. આ રમત હરીફ ખેલાડીને વધુ નુકસાન પહોંચાડે છે. આમાં કાંડાનો ઘણો ઉપયોગ થાય છે. હ્યુન સિંધુને તે ટેક્નીક શીખવી હતી. સિંધુએ આ માટે વધારાનો સમય આપ્યો. આથી તેની રમત બદલાઈ ગઈ. સિંધુએ પોતે કહ્યું હતું કે તે ટેકનીક પર કામ કરી રહી છે, જેનો નજીકના ભવિષ્યમાં તેનો ફાયદો થશે.



પીવી સિન્ધુના ગુરૂ એવા ગોપીચંદ સિંધુના કદ પ્રમાણે કોર્ટ બનાવતા હતા
કોચ ગોપીચંદ પીવી સિન્ધુ અનુસાર કોર્ટ બનાવતા હતો.પણ ત્રણ-ચાર મહિનામાં તેની લંબાઈ વધી જતી. આને કારણે કોચને પણ તૈયારીઓ બદલવી પડી હતી. સિંધુએ એક વખત કહ્યું, "કોચે કહ્યું કે જો તું લાંબી થઈશ તો તને ફાયદો થશે." આજે મારી હાઇટ મારા માથા કરતા વધારે છે (હસતા હસતા મજાક કરી). હું નવમા સુધી અને રોજ એકેડેમી સુધી દરરોજ શાળાએ જતો. પરંતુ બાદમાં શાળાએ માત્ર પરીક્ષા માટે જ જતી હતી.

sports news badminton news pv sindhu narendra modi