ઍર રાઇફલમાં બ્રૉન્ઝ મેડલ જીતી ઑલિમ્પિકમાં એન્ટ્રી મેળવી શૂટર દીપકે

06 November, 2019 01:45 PM IST  |  Mumbai

ઍર રાઇફલમાં બ્રૉન્ઝ મેડલ જીતી ઑલિમ્પિકમાં એન્ટ્રી મેળવી શૂટર દીપકે

શુટર દીપક કુમાર

(આઇ.એ.એન.એસ) ૧૪મી ઍશિયન શૂટિંગ ચૅમ્પિયનશિપમાં ગઈ કાલે પુરુષોની દસ મીટર ઍર રાઇફલમાં ભારતના શૂટર દીપક કુમારે બ્રૉન્ઝ મેડલ જીત્યો છે. આ સાથે તેણે ભારત માટે ટોક્યો ઑલિમ્પિકમાં એન્ટ્રી કરવાની ટિકિટ પણ પ્રાપ્ત કરી લીધી છે.


દીપકે ટુર્નામેન્ટના ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં કુલ ૬૨૬.૮ પૉઇન્ટ્સ બનાવીને ત્રીજા સ્થાને રહીને આઠ ખેલાડીઓના ફાઇનલ રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. ભારત આ ચૅમ્પિયનશિપ પહેલાં ટોક્યો માટે નવ કોટા મેળવી ચૂક્યું છે તથા એ એશિયન ક્ષેત્રમાં ચીન (૨૫ કોટા), કોરિયા (૧૨) અને યજમાન જપાન (૧૨) બાદ ચોથા નંબર પર છે.

આ પણ જુઓ : Jasprit Bumrahની 'જેન્ટલમેન' સ્ટાઈલને આપનાવો આવી રીતે...

આ સ્પર્ધામાં ભારતના ત્રણ શૂટરોમાંના સૌથી વધુ અનુભવી દીપક અપેક્ષાઓ પૂરી કરવામાં અને ઑલિમ્પિકની ટિકિટ મેળવવામાં સફળ રહ્યો હતો. દીપક પુરુષોની દસ મીટર ઍર રાઇફલ સ્પર્ધામાં ઑલિમ્પિક ક્વૉટા હાસિલ કરનાર બીજો ભારતીય શૂટર છે. તેની પહેલાં દિવ્યાંશ સિંહ પંવારે કોટા હાસિલ કર્યો હતો.

sports news