થાઇલૅન્ડ ઓપનમાં ઇન્ડિયન પ્લેયરોની નામોશી સાઇના થઈ ટુર્નામેન્ટમાંથી આઉટ

15 January, 2021 10:06 AM IST  |  Mumbai | Agencies

થાઇલૅન્ડ ઓપનમાં ઇન્ડિયન પ્લેયરોની નામોશી સાઇના થઈ ટુર્નામેન્ટમાંથી આઉટ

થાઇલૅન્ડ ઓપનમાં ઇન્ડિયન પ્લેયરોની નામોશી સાઇના થઈ ટુર્નામેન્ટમાંથી આઉટ

ભારતીય બૅડ્મિન્ટન સ્ટાર સાઇના નેહવાલ હાલમાં ચાલી રહેલી યોનેક્સ થાઇલૅન્ડ ઓપન સુપર ૧૦૦૦ના મહિલા એકલ વર્ગના બીજા રાઉન્ડમાં થાઇલૅન્ડની બુસાનન ઑન્ગબામરુન્ગફૅન સામે હારીને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. ૬૮ મિનિટ ચાલેલી આ મૅચમાં સાઇના બુસાનન સામે ૨૩-૨૧, ૧૪-૨૧, ૧૬-૨૧થી હારી ગઈ હતી. બુસાનન સામે સાઇનાનો આ સતત ચોથો પરાજય હતો.
પુરુષ એકલ વર્ગમાં કિદામ્બી શ્રીકાંતને સ્નાયુઓમાં ખેંચાણ થતાં મલેશિયન પ્રતિસ્પર્ધી લી ઝી જિઆને વૉકઓવરનો ફાયદો મળ્યો હતો. પોતાને થઈ રહેલા દુખાવાને લીધે શ્રીકાંતે ટુર્નામેન્ટમાંથી બહાર થવાનો પોતાનો નિર્ણય સોશ્યલ મીડિયા પર જણાવ્યો હતો. આ પહેલાં ભારતીય પુરુષ ડબલ્સ સ્પર્ધામાં સાત્ત્વિકસાઇરાજ રન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી ૧૯-૨૧, ૧૭-૨૧થી ઇન્ડોનેશિયાની જોડી મોહમ્મદ અશાન અને હેન્ડ્રા સેતિયાવાન સામે હારી ગઈ હતી.

saina nehwal sports sports news