પાકિસ્તાનમાં 55 વર્ષ બાદ ભારતીય ટીમ રમશે, રમત મંત્રાલયે આપી મંજુરી

28 July, 2019 07:10 PM IST  |  Delhi

પાકિસ્તાનમાં 55 વર્ષ બાદ ભારતીય ટીમ રમશે, રમત મંત્રાલયે આપી મંજુરી

Delhi : રમતના મેદાન પર ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે હંમેશા લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. પરંતુ મોટે ભાગે આ મેચ ક્રિકેટની હોય તો લોકો વધુ આતુરતાથી રાહ જોતા હોય છે. પણ અમે અહીં ક્રિકેટની નહીં પણ ટેનિસ મેચની વાત કરીએ છીએ. હા, ભારત અને પાકિસ્તાન વચ્ચે ટેનિસન મેદાન પર મેચ રમાશે. આમ 55 વર્ષ બાદ પાકિસ્તાનની ધરતી પર ભારતની ટેનિસ ટીમ મેદાન પર ઉતરશે.

ભારતીય રમત મંત્રાલયે પાકિસ્તાનમાં રમવાની આપી મંજુરી
પાકિસ્તાનમાં ટેનિસની મેચ રમવા માટે ભારતીય રમત મંત્રાલયે લીલી ઝંડી આપી દીધી છે. એટલે હવે ભારતીય ટેનિસની ટીમ 55 વર્ષ બાદ પાકિસ્તાનના મેદાન પર ટેનિસ રમશે. હવે અખિલ ભારતીય ટેનિસ સંઘ (AITA) ભારતીય ટીમને ડેવિસ કપ માટે પાકિસ્તાન મોકલશે. ઇસ્લામાબાદમા 14 અને 15 સપ્ટેમ્બરના રોજ ડેવિસ કપનુ આયોજન કરવામાં આવશે.

પાકિસ્તાન ટેનિસ મહાસંઘ ભારતીય ટીમનું 55 વર્ષ બાદ સ્વાગત કરશે
આમ, પાકિસ્તાન ટેનિસ મહાસંઘે (PTF) એ કહ્યું કે તે 55 વર્ષ બાદ ડેવિસ કપમાં ભારતનું સ્વાગત કરવા તૈયાર છે. ભારતીય ટીમ સ્પર્ધામાં એશિયા-ઓસિયાનિયા ગ્પુ-આઇના ટાઇમાં પાકિસ્તાનનો સામનો કરશે. પીટીએફના ઉપાધ્યક્ષ મોહમ્મદ ખાલિદ રહમાનીએ કહ્યું કે, આ વર્ષ સપ્ટેમ્બરમાં ડેવિસ કપના આયોજનની તમામ તૈયારીઓ થઇ ગઇ છે. ભારતીય ટીમે છેલ્લે 1964માં પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો અને લાહોરમાં પાકિસ્તાનને 4-0થી હાર આપી હતી. ત્યાર બાદ પાકિસ્તાન અને ભારત વચ્ચે એપ્રિલ 2006માં મુંબઇમાં મેચ રમાઇ છે.

આ પણ જુઓ : રવિન્દ્ર જાડેજાઃ 'સર'નો આવો છે રજવાડી અંદાજ

14-15 સપ્ટેમ્બરના રોજ બંને વચ્ચે મેચ રમાશે
બંન્ને ટીમો વચ્ચે 14 અને 15 સપ્ટેમ્બરના રોજ અહી પાકિસ્તાન સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં ગ્રાસ કોર્ટમા રમાશે. પીટીએફના અધિકારીએ કહ્યું કે, આઇટીએફની એક ટીમ આ સપ્તાહની શરૂઆતમાં પાકિસ્તાનનો પ્રવાસ કરશે અને ડેવિસ કપ માટે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી સુરક્ષાની વ્યવસ્થાઓનું નીરિક્ષણ કરશે.

sports news tennis news davis cup