બ્રિજેશે વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં પોલેન્ડને 5-0થી હરાવ્યું

11 September, 2019 06:45 PM IST  |  Mumbai

બ્રિજેશે વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં પોલેન્ડને 5-0થી હરાવ્યું

ભારતીય બોક્સર બ્રિજેશ યાદવ (PC : Indian Express)

Mumbai : ભારતીય બોક્સરો છેલ્લા ઘણા સમયથી શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે ફરી ભારતીય બોક્સિંગને લઇને સારા સમાચાર આવી રહ્યા છે. રશિયામાં રમાઇ રહેલ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય બોક્સર બ્રિજેશ યાદવે 81 કિ.ગ્રા. વેઈટ કેટેગરીમાં પોલેન્ડના મેલુજ ગોઈનસ્કીનને એક તરફી મેચમાં 5-0 થી હાર આપી છે. જોકે, શરૂઆતની મેચમાં પોલેન્ડના ખેલાડીએ સારા પંચ લગાવ્યા. પરંતુ બ્રિજેશે સારી મૂવમેન્ટ સાથે વાપસી કરી ને વિરોધી ખેલાડી પર સતત પંચ કર્યા.


બ્રિજેશ યાદવે થાઈલેન્ડ અને ઇન્ડિયા ઓપનમાં સિલ્વર મેડલ જીત્યો હતો
થાઈલેન્ડ અને ઈન્ડિયા ઓપનમાં સિલ્વર જીતનારા બ્રિજેશના પંચથી ગોઈનસ્કીને ઈજા પણ થઈ. બ્રિજેશ હવે રાઉન્ડ-32માં તૂર્કીના બાયરમ મલકાન વિરુદ્ધ ઉતરશે . આ મુકાબલો રવિવારે થશે. ભારતના ત્રણ મુક્કેબાજ અમિત પંઘાલ (52 કિ.ગ્રા.), કવિંદર સિંહ બિષ્ટ (57 કિ.ગ્રા.) અને આશિષ કુમાર (75 કિ.ગ્રા)ને પહેલા દોરમાં બાય મળી હતી. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં આ વખતે ઓલિમ્પિકમાં સામેલ આઠ કેટેગરીના મુકાબલા થઈ રહ્યા છે. પહેલી ટુર્નામેન્ટમાં 10 કેટેગરીના મુકાબલા થતા હતા. પુરુષ ખેલાડી અત્યાર સુધી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ક્યારેય ગોલ્ડ મેડલ જીતી નથી શક્યા.

આ પણ જુઓ : ઓલરાઉન્ડર 'સર રવિન્દ્ર જાડેજા' નો આવો છે અંદાજ, જુઓ તસવીરો.....

પહેલીવાર ખેલાડીઓનો ડેટા તૈયાર થશે
રશિયાના બોક્સિંગ ફેડરેશને ચેમ્પિયનશિપ વખતે દરેક ખેલાડીનો ડેટા તૈયાર કરવા માટે સ્ટેટીસ્પોર્ટ સાથે કરાર કર્યો છે. આ અંતર્ગત દરેક મેચ દરમિયાન ખેલાડીઓના પ્રદર્શનની માહિતી ભેગી કરાશે. તેનાથી દરેક ખેલાડીને પોતાની રમતને સુધારવાની તક મળશે.

sports news boxing