Korea Open 2019 : પારુપલ્લી કશ્યપ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો

26 September, 2019 03:55 PM IST  |  South Korea

Korea Open 2019 : પારુપલ્લી કશ્યપ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો

પારૂપલ્લી કશ્યપ

South Korea : સાઉથ કોરિયમાં ચાલી રહેલ કોરિય ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભારતના સ્ટાર યુવા ખેલાડી પારૂપલ્લી કશ્યપે શાનદાર રમત દાખવતા ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. તેણે પ્રી ક્વાર્ટર ફાઇનલમાં મલેશિયાના ડેરેન લિયુને ત્રણ ગેમમાં હાર આપીને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયો હતો. જોકે આ પહેલા ભારતના સ્ટાર ખેલાડી પીવી સિન્ધુ, સાઇના નેહવાલ અને પ્રણીત પણ બહાર થઇ જતાં આ ટુર્નામેન્ટમાં કશ્યપ એક માત્ર ભારત માટે આશા છે.

કશ્યપે ત્રણ સેટમાં મેચ જીતી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો
પારુપલ્લી કશ્યપ ગુરુવારે કોરિયા ઓપનની મેન્સ સિંગલ્સની પ્રી ક્વાર્ટર ફાઇનલમાં મલેશિયાના ડેરેન લિયૂને ત્રણ ગેમમાં હરાવ્યો હતો. કશ્યપે આ મુકાબલો 21-17, 11-21, 21-12થી 56 મિનિટમાં જીતી લીધો હતો. તેનો હવે ક્વાર્ટર ફાઇનલમાં મુકાબલો ઇન્ડોનેશિયાના એન્ટોની સિનિસુકા અને ડેનમાર્કના જાન ઓ જોર્જસન વચ્ચેની મેચના વિજેતા સાથે થશે.


સાઇના નેહવાલ અને પીવી સિંધુ ટુર્નામેન્ટમાંથી બહાર
ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ બુધવારે કોરિયા ઓપન 2019ના પહેલા રાઉન્ડમાં જ બહાર થઇ હતી. અમેરિકાની ઝેંગ બેઈવેને પીવી સિન્ધુને માત આપી હતી. ઝેંગ બેઇવેને 7-21, 24-22, 21-15થી પીવી સિન્ધુને માત આપી મેચ પોતાના નામે કરી હતી. બીજી તરફ સાઈના નહેવાલ પણ પહેલા રાઉન્ડમાં બહાર થઇ હતી. નહેવાલની મેચ કોરિયાની કિમ ગે સામે હતી. તે પ્રથમ ગેમ 21-19થી જીત્યા બાદ બીજી ગેમ 18-21થી હારી ગઈ હતી, અને રિટાયર્ડ હર્ટ થઇ ત્યારે અંતિમ ગેમમાં 1-8થી પાછળ હતી.

આ પણ જુઓ : આવો છે દેશની 'ગોલ્ડન ગર્લ' PV Sindhuનો ઑફ ધ ફિલ્ડ અંદાજ

સાઇ પ્રણીત પણ ટુર્નામેન્ટમાંથી થયો બહાર
ભારતીય પુરૂષ ખેલાડી સાઈ પ્રણીત ઇજાના લીધે ટૂર્નામેન્ટની બહાર થઇ જતાં ટુર્નામેન્ટમાં પારૂપલ્લી કશ્યપ જ ભારત માટે આશા છે. પારુપલ્લી કશ્યપ ગુરુવારે કોરિયા ઓપનની મેન્સ સિંગલ્સની પ્રી ક્વાર્ટર ફાઇનલમાં મલેશિયાના ડેરેન લિયૂને ત્રણ ગેમમાં હરાવ્યો હતો. કશ્યપે આ મુકાબલો 21-17, 11-21, 21-12થી 56 મિનિટમાં જીતી લીધો હતો.

badminton news parupalli kashyap saina nehwal pv sindhu