થાઇલેન્ડ ઓપનમાં ભારતના સાત્વિક અને ચિરાગે પહેલીવાર ટાઇટલ જીત્યું

04 August, 2019 09:21 PM IST  |  Thailand

થાઇલેન્ડ ઓપનમાં ભારતના સાત્વિક અને ચિરાગે પહેલીવાર ટાઇટલ જીત્યું

ભારતીય બેડમિન્ટ જોડી સાત્વિક અને ચિરાગ શેટ્ટી

Thailand : થાઇલેન્ડ ઓપનમાં એક તરફ ભારતના સ્ટાર બેડમિન્ટન ખેલાડીઓ નિરાશાજનક પ્રદર્શન કરી રહ્યા હતા. ત્યારે બીજી તરફ ભારતના યુવા બેડમિન્ટન ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરીને દેશનું નામ રોશન કરી રહ્યા છે. થાઇલેન્ડ ઓપનમાં ભારતના સાત્વિક સાઇરાજ અને ચિરાગ શેટ્ટીની જોડીએ પહેલીવાર થાઇલેન્ડ ઓપન જીતીને ઈતિહાસ રચી દીધો છે. સાઇરાજ અને ચિરાગની આ જોડીએ ફાઇનલમાં ચીનની વર્લ્ડ ચેમ્પિયયન જોડી લી જુન અને લિયુ યુ ચેનને માત આપીને મેન્સ ડબલ્સની ફાઇનલમાં ચેમ્પિયન બન્યા હતા.


ભારતના યુવા બેડમિન્ટન ખેલાડી સાત્વિક સાઇરાજ અને ચિરાગ શેટ્ટીએ શાનદાર પ્રદર્શન કરતા થાઇલેન્ડ ઓપનનું ટાઇટલ જીત્યું છે. રવિવારે રમાયેલી મેન્સ ડબલ્સની ફાઇનલ મેચમાં સાત્વિક સાઇરાજ અને ચિરાગની જોડીએ 21-19, 18-21, 21-18 થી ચીનની વર્લ્ડ ચેમ્પિયન જોડી લીય જુન હુઈ અને લિયુ યુ ચેનને માત આપીને ચેમ્પિયન બની ઈતિહાસ રચ્યો હતો.

 


સાઇરાજ અને ચિરાગની જોડી 2019માં પહેલીવાર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો

સાઇરાજ અને ચિરાગની જોડી ચાલુ વર્ષમાં પહેલીવાર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. આ પહેલા સેમી ફાઇનલ મેચમાં સાત્વિક સાઇરાજ અને ચિરાગ શેટ્ટીની જોડીએ 22-20, 22-24 અને 21-9 થી કોરિયાના કે કો સૂન હ્યૂન અને શિન બીક ચ્યોલની જોડીને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. સાત્વિક-ચિરાગની જોડી આ વર્ષે પહેલી વખત કોઇ ફાઇનલમાં પહોંચી હતી.

આ પણ જુઓ : ધોનીનો ઑટોગ્રાફ લેવા માટે તેની પાછળ દોડતો આ 'ગુજરાતી' હવે આખી ટીમને રાખશે ફિટ

ભારત અને ચીનની જોડી અત્યાર સુધી ત્રણ વખત સામે આવી છે. તેમાં એક વખત ભારત અને બે વખત ચીનને જીત મળી છે. દ્વિતીય રેન્કિંગ વાળી ચીનની જોડી સામે આ ભારતીય જોડીને આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં હારનો સામનો કરવો પડ્યો હતો.

sports news badminton news