26 November, 2026 07:08 PM IST | New Dehli | Gujarati Mid-day Correspondent
ભારતીય મહિલા હૉકી ટીમ
મધ્ય પ્રદેશના ભોપાલમાં આયોજિત વિમેન્સ હૉકી એશિયન ચૅમ્પિયન્સ ટ્રોફી 2026માં સતત પાંચ મૅચ જીતીને ભારતીય ટીમ ૬ ટીમો વચ્ચે નંબર વનના સ્થાન પર રહી હતી. ગઈ કાલે જપાન સામેની છેલ્લી મૅચમાં ભારતે ૪-૦થી વિજય મેળવ્યો હતો. ૨૭ નવેમ્બરે સેમી-ફાઇનલમાં ભારત-મલેશિયા અને જપાન-ચીનની ટક્કર થશે. ભારતીય મહિલા ટીમે વર્લ્ડ હૉકી રૅન્કિંગમાં ચોથા ક્રમે પહોંચીને પહેલી વખત ટૉપ ફાઇવમાં સ્થાન મેળવ્યું છે.