ભારતની મહિલા ફુટબોલરો બ્રાઝિલ સામે હારી, પણ મનીષાનો ઐતિહાસિક ગોલ

27 November, 2021 01:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ખૂબ ઊંચી રૅન્કવાળા બ્રાઝિલ સામેના પરાજયથી ભારતીય ટીમે કંઈ જ ગુમાવવા જેવું નથી. ઊલટાનું, ભારતની ખેલાડીઓને તેમની સાથે રમીને ઘણું શીખવા મળ્યું છે.

મનીષા કલ્યાણ

બ્રાઝિલના મેનૌસમાં ગઈ કાલે ભારતની મહિલા ફુટબૉલ ટીમે મનીષા કલ્યાણના ગોલ સાથે બ્રાઝિલ સામે સ્કોર ૧-૧થી બરાબરીમાં કર્યા પછી હરીફ પ્લેયરોને ફર્સ્ટ-હાફના લગભગ અંત સુધી કાબૂમાં રાખી હતી, પરંતુ પછી બ્રાઝિલિયનો એક પછી એક ગોલ કરતી ગઈ અને છેવટે ભારતનો ૧-૬થી પરાજય થયો હતો. જોકે મહિલા ફુટબૉલમાં ભારતની ૫૭મી અને બ્રાઝિલની ૭મી રૅન્ક છે એટલે ભારતીય ટીમે તેમને જે લડત આપ્યા પછી પરાજય જોયો એ પણ ઘણી મોટી વાત કહેવાય. ખાસ કરીને બ્રાઝિલની શક્તિશાળી ટીમ સામે મનીષાએ ખૂબ દૂરથી ડાબા પગે જે ગોલ કયોર઼્ એ બદલ તેની ફૂટબૉલ જગતમાં ખૂબ પ્રશંસા થઈ રહી છે. વિશ્ર્વસ્તરની બ્રાઝિલની ટીમ સામે ભારતીય મહિલા ફૂટબૉલરે કરેલો આ પહેલો જ ગોલ હતો.
ખૂબ ઊંચી રૅન્કવાળા બ્રાઝિલ સામેના પરાજયથી ભારતીય ટીમે કંઈ જ ગુમાવવા જેવું નથી. ઊલટાનું, ભારતની ખેલાડીઓને તેમની સાથે રમીને ઘણું શીખવા મળ્યું છે.

sports news football