અનાહત સિંહ એશિયન સ્ક્વૉશમાં જીતી ગોલ્ડ

20 June, 2022 01:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૪ વર્ષની અનાહતે ફાઇનલમાં હૉન્ગકૉન્ગની ક્વૉન્ગ ઇનાને ૩-૦થી હરાવી દીધી હતી

અનાહત સિંહ

ભારતની ટીનેજ સ્ક્વૉશ ખેલાડી અનાહત સિંહ ગઈ કાલે થાઇલૅન્ડના પટ્ટાયામાં એશિયન જુનિયર્સ સ્ક્વૉશ ચૅમ્પિયનશિપ્સમાં ગર્લ્સ અન્ડર-15 કૅટેગરીમાં ગોલ્ડ મેડલ જીતી હતી. ૧૪ વર્ષની અનાહતે ફાઇનલમાં હૉન્ગકૉન્ગની ક્વૉન્ગ ઇનાને ૩-૦થી હરાવી દીધી હતી. અનાહત આ ટુર્નામેન્ટમાં એકેય ગેમ હાર્યા વગર ફાઇનલમાં પહોંચી ગઈ હતી. આઇ.એ.એન.એસ.ના અહેવાલ મુજબ અત્યાર સુધી ૪૬ નૅશનલ ટાઇટલ જીતી ચૂકેલી અનાહતે પટ્ટાયાની સેમી ફાઇનલમાં મલેશિયાની ટોચની પ્લેયર વ્હીટની વિલ્સનને પણ ૩-૦થી હરાવી હતી.

sports sports news